બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી, લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની ચર્ચાઓ વેગ પકડી રહી છે. લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે જ્યારે ભારત પાસે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પોતાનો ટાપુ છે, ત્યારે આપણે અન્ય દેશોમાં રજાઓ ગાળવા જવાની પણ જરૂર નથી, પરંતુ શું તમે જાણો છો કે લક્ષદ્વીપ જવા માટે ભારતીયોને પણ સરકારની પરવાનગી લેવી પડે છે?

ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ સમાચારોમાં છે. લોકો રજાના આનંદ માણવા માટે લક્ષદ્વીપ વિશે સર્ચ કરી રહ્યા છે. એવામાં જો તમે પણ બીચ પર જઈને તમારી રજાનો આનંદ માણવા ઈચ્છો છો, તો તમે લક્ષદ્વીપનો પ્લાન બનાવી શકો છો. જો કે, અહીં જવા માટે પરમિટની જરૂર પડે છે. અહીં જવા માટે માત્ર વિદેશીઓ જ નહીં પરંતુ ભારતીય મૂળના લોકોએ પણ પરમિટ લેવી પડે છે. પરમીટ વગર લક્ષદ્વીપમાં પ્રવેશ મળશે નહીં. ચાલો જાણીએ કે આ પરમિટ કેવી રીતે મેળવવી અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે.
લક્ષદ્વીપ પરમિટ માટે કેવી રીતે અરજી કરવી:
લક્ષદ્વીપના વતનીઓ અને સરકારી અધિકારીઓ સિવાય, દરેકને લક્ષદ્વીપની મુસાફરી કરવા અને મુલાકાત લેવા માટે પરમિટની જરૂર હોય છે. પરમિટ વિના લક્ષદ્વીપ જઈ શકાતું નથી. આ માટે લોકો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે. અહીં માત્ર 5 ટાપુઓની મુલાકાત લઈ શકાય છે. જેમાં કાવારત્તી, અગાત્તી, બંગારામ, કદમત અને મિનીકોયનો સમાવેશ થાય છે. હવે ચાલો જાણીએ કે આ માટે પરમિટ લેવા કેવી રીતે અરજી કરવી.
ADVERTISEMENT

ઓનલાઈન પરમિટ
લક્ષદ્વીપ યાત્રા માટે ઓનલાઈન પરમિટ મેળવવા માટે, ePermit ના પોર્ટલ https://epermit.utl.gov.in/pages/signup પર જાઓ અને બધી માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અહીં તમારે મુસાફરીની તારીખો પણ પસંદ કરવાની રહેશે. ફી ઓનલાઈન ચૂકવો અને તમારી મુસાફરીના લગભગ 15 દિવસ પહેલા તમારી પરમિટ ઈમેલ કરવામાં આવશે.
ADVERTISEMENT
તમે લક્ષદ્વીપ ટ્રાવેલ પરમિટ માટે ઑફલાઇન અરજી કરવા માંગતા હો, તો સૌ પ્રથમ સાઇટ http://www.lakshadweeptourism.com/contact.html પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો. આ ફોર્મ કાવારત્તી જિલ્લા કલેક્ટર કચેરીમાંથી પણ મેળવી શકાશે. તે ભર્યા પછી, જરૂરી દસ્તાવેજો જોડો અને કલેક્ટર કચેરીમાં જઈને સબમિટ કરો. ઑફલાઇન પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.
ADVERTISEMENT
લક્ષદ્વીપ ટ્રાવેલ પરમિટ માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ
- ફ્લાઈટ ટિકિટ અથવા બોટ બુકિંગ ટિકિટ
- હોટેલ બુકિંગ કન્ફર્મેશન
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.