બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / no action against alt news co founder till july 20 supreme court tells up police

BIG NEWS / ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝૂબૈરને મોટી રાહત: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી UP પોલીસ કોઈ એક્શન લઈ શકશે નહીં

Pravin

Last Updated: 05:14 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ 20 જૂલાઈ સુધી ઉત્તર પ્રદેશની પોલીસ એક્શન લઈ શકશે નહીં.

  • ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝૂબૈરને મોટી રાહત
  • સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને 20 જૂલાઈ સુધી કોઈ પણ એક્શન ન લેવાના આદેશ આપ્યા
  • આ તારીખે થશે આગામી સુનાવણી 

ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ 20 જૂલાઈ સુધી ઉત્તર પ્રદેશની પોલીસ એક્શન લઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, ઝૂબૈરે તેના વિરુદ્ધ નોંધાયેલા તમામ પાંચ કેસોને રદ કરવાની માગ કરી છે. તેથી જ્યારે સુધી તેની અપીલ પર કોર્ટ કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી યુપી પોલીસ તેના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લઈ શકે. 

UPના અલગ અલગ જિલ્લામાં નોંધાયેલી છે ફરિયાદ

ઝૂબૈર વિરુદ્ધ યુપી પોલીસે 6 કેસ નોંધ્યા છે. તેમાંથી એક લખીમપુર ખીરી જિલ્લામાં છે, તો બે હાથરસ જિલ્લામાં નોંધાયેલા છે. આ ઉપરાંત મુઝફ્ફરનગર અને ગાજિયાબાદમાં પણ વિવાદીત ટ્વિટ્સને લઈને કેસ નોંધાયેલા છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની ડબલ બેન્ચે તમામ પક્ષોને નોટિસ મોકલીને આ મામલાને 20 જૂલાઈએ સુનાવણી નક્કી કરી છે. બેન્ચે કહ્યું કે, જ્યાં સુધી કોર્ટ ઝૂબૈરની અપીલ સાંભળી ન લે ત્યાં સુધી કોઈ એક્શન ન થાય. હાલમાં ઝૂબૈરને સીતાપુરમાં નોંધાયેલ કેસ સાથે દિલ્હીના કેસોમાં પણ જામીન મળી ચુક્યા છે. 

ઝૂબૈરના વકીલે કોર્ટ માટે આ માગ મુકી

ઝૂબૈરના વકીલ વીરેન્દ્ર ગ્રોવરે કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી. તેમનું કહેવુ હતું કે, યુપી પોલીસ તેમના ક્લાઈન્ટ વિરુદ્ધ ખરાબ દ્રષ્ટિથી કામ કરી રહી છે. તેમને કારણ વગરના પ્રતાડિત કરવામા આવી રહ્યા છે. તેમની અપીલ હતી કે, કોર્ટ આજે જ સુનાવણી કરીને ઝૂબૈરની અરજી પર કોઈ ચુકાદો આપે. 

20 જૂલાઈએ થશે આ કેસની સુનાવણી

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની ડબલ બેન્ચે કહ્યું કે, અરજી આજે લિસ્ટ પર નથી તો સુનાવણી થઈ શકશે નહીં. બેન્ચે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે, 20 જૂલાઈએ અરજી સૂચીબદ્ધ કરવામાં આવે. કોર્ટ તે દિવસે સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે, તમામ કેસોની ભાષા લગભગ એક જેવી જ છે. અમે એક કેસમાં ઝૂબૈરને જામીન આપીએ છીએ તો બીજા કેસમાં તેને રિમાન્ડ પર લેવાની તૈયારી શરૂ થઈ જાય છે. એવું લાગે છે કે, આ એક કુચક્ર છે.  

દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાંસફર કરવા રજૂઆત

જો કે, ઝૂબૈરના વકીલ વીરેન્દ્ર ગ્રોવરે સીજેઆઈ એનવી રમન્નાની સામે પોતાની વ્યથા રજૂ કરી હતી. તેમનું કહેવુ હતું કે, તેમના ક્લાઈન્ટને હાથરસ કોર્ટમાં લઈ જવામા આવી રહ્યો છે, સીજેઆઈએ ગ્રોવરને જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ પોતાની અપીલ કરવા માટે કહ્યું. ગ્રોવરની માગ હતી કે, ઝૂબૈરને પાછો દિલ્હીની તિહાડ જેલમાં લાવવામાં આવે, યુપીમાં તેના જીવને ખતરો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ