બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર

દેવ દર્શન / દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર

Last Updated: 06:20 AM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દમણગંગા કિનારે મહાદેવજીનું મંદિર આવેલુ છે આ શિવાલયની એક વિશેષતા છે કે તે ઓમ આકારનું છે.

દેશમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિર પાછળ કોઈ રોચક ઈતિહાસ જોડાયેલો હોય છે અથવા તે મંદિરમાં કંઈક વિશેષતા હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દમણગંગા કિનારે મહાદેવજીનું મંદિર આવેલુ છે આ શિવાલયની એક વિશેષતા છે કે તે ઓમ આકારનું છે. મહાદેવજીના આ મંદિરમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને અનેક સંતોની પણ પ્રતિમા રાખવામાં આવી છે. દેશમાં સૌથી વધારે મંદિર ભગવાન ભોળે શંકરના આવેલા છે. રાજયના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કુડાચા ગામમાં આવેલું શિવમંદિર તેના ઓમ આકાર માટે જાણીતું છે. દમણ ગંગા નદી કિનારે જંગલ વિસ્તારમાં બનેલું આ મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. બે દાયકા પહેલાં દમણગંગા નદી કિનારે આ અનોખા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અને સતત 20 વર્ષ સુધી મંદિરનું નિર્માણ કાર્ય ચાલ્યું હતું. એક મહિલા અગ્રણીએ આ મંદિર માટે જમીન દાનમાં આપી ત્યારબાદ અહીં વિશેષ ઓમ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. 35000 ચોરસ મીટરમાં પથરાયેલા આ મંદિરની એક વિશેષતા એ છે કે તેમાં એક પણ ટુકડો લોખંડનો વાપરવામાં આવ્યો નથી.

D 1

દાદરાનગર હવેલીના કુંડાચામાં ઓમ આકારનું શિવમંદિર

મંદિરના નિર્માણ પાછળ 20 વર્ષ જેટલો સમય લાગ્યો છે. દાદરા નગર હવેલી અને ગુજરાતમાં એકમાત્ર ઓમ આકારનું આટલું વિશાળ મંદિર છે. આ મંદિર નિખીલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન માત્રથી પરમ શાંતિનો અનુભવ થાય છે. શિવલિંગના દર્શનથી શિવ અને જીવના સંગમની અનોખી અનુભૂતિ થાય છે. જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભોળેનાથના આ મંદિરમાં એક જગ્યાએ અનેક દેવી-દેવતાઓના દર્શન થતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટે છે. રાજ્યને છેવાડે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ મંદિર પાટનગર સેલવાસથી બાર કિલોમીટરના અંતરે રમણીય જંગલ વિસ્તારમાં દમણગંગા નદી કિનારે આવેલું છે. ઓમ આકારના આ અનોખા મંદિરે શનિ-રવિ અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામે છે. શિવરાત્રી અને અન્ય મોટા ધાર્મિક તહેવારો દરમ્યાન મહાદેવજીના પ્રાંગણમાં મેળાનો માહોલ સર્જાય છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર સાથે અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવજીના સાથે અનેક દેવી દેવતાઓના દર્શન કરી ધન્ય થાય છે.

D 2

જ્યાં બિરાજે છે 140થી વધારે દેવીદેવતા

મહાદેવજીના આ મંદિરમાં અનેક દેવી દેવતાઓ, નવગ્રહ, બાર જ્યોતિર્લિંગ, જાણીતા સંતો મહંતો અને શંકરાચાર્યના દર્શન કરીને અહીં આવતા ભક્તો ભાવવિભોર થાય છે. મંદિરમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે તમામ સંપ્રદાયના લોકો અને દેશના તમામ રાજ્યોમાં વસતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક જ છત નીચે અનેક દેવી દેવતાઓ બિરાજમાન હોવાથી સાચા અર્થમાં આ મંદિર સનાતનના પ્રચારનું પ્રતીક મનાય છે. આજની નવી પેઢી અહીં આવીને ખૂબ જ અચરજ પામે છે. બે ત્રણ ભગવાનના નામ જાણતા આજના યુવકો અને યુવતીઓ 140 થી વધારે દેવી-દેવતાઓના નામ અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, વલસાડ અને પાડોશી મહારાષ્ટ્રના શિવભક્તો આ મંદિરની અચૂક મુલાકાત લે છે. અહીં આવતા ભાવિક ભક્તો ભગવાન શંકરને બીલીપત્ર, દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, તલ અને પુષ્પ ધરાવીને રીઝવે કરે છે. અને ભગવાન ભોળાનાથ અહીં આવતા તમામ ભાવિકોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

D 4

આ પણ વાંચો: ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન

ઓમ આકારનું મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે

આમ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ વિશાળ ઓમ આકારનું મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અને દિવસે દિવસે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. આથી ભક્તોના ઘસારો પણ વધી રહ્યો છે અને આ મંદિર હંમેશા ભક્તોથી ઉભરાતું રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં તમામ હિન્દુ ધર્મના તહેવારો ભારે ધૂમધામથી ઉજવાય છે જોકે શિવરાત્રી અને શ્રાવણમાં ભગવાન ભોલેના ઉપાસકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર દેશમાં એકમાત્ર આટલું વિશાળ પરિસરમાં આકાર પામેલ ઓમ આકારનું શિવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દાદરા નગર હવેલીમાં દેશના તમામ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવીને વસ્યા છે. તમામ રાજ્યોના મોટા દેવી દેવતાઓ અને કુળદેવીઓની આ મંદિરમાં સ્થાપના કરવામાં આવેલી છે. તમામ સંપ્રદાય અને રાજ્યના લોકો અહીં દર્શને ઉમટે છે. ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં ભોળેબાબાના આ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું કીડીયારુ ઉભરાય છે. દમણ ગંગા નદી કિનારે રમણીય સ્થળ પર આવેલા મહાદેવજીના મંદિરે ધીરે ધીરે શિવભક્તોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Om Shaped Shiva Temple Shiva Temple Kundacha Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ