રાંચી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં છ વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હાર અસફળ બનાવી હતી. હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ આ પહેલા પ્રથમ ઇનિંગમાં 451 રન બનાવ્યા હતા. 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે.