બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / New rules for pensioners from 1 October

નવો નિયમ / પહેલી ઑક્ટોબરથી પેન્શનથી જોડાયેલો ખાસ નિયમ થશે લાગુ, જાણો તમારે શું કરવું પડશે

Published By: Ronak

Last Updated: 02:40 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 1 ઓક્ટોમ્બરથી પેન્શનર્સ માટે નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેમા તેમણે ફરજિયાત પણે હવે ડિજિટલ પ્રમાણ પત્ર રાખવું પડશે

  • 1 ઓક્ટોમ્બરથી પેન્શરનર્સ માટે નવા નિયમો 
  • ડિજિટલ પ્રમાણ પત્ર હવે જરૂરી રહેશે 
  • કોરોનાને કારણે અગાઉ આ નિર્ણય પાછળ ધકેલાયો હતો 

આગામી 1 ઓક્ટોમ્બરથી પેંશનને લઈને અમુક ખાસ નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. જેનું પાલન કરવું જરૂરી રહેશે નહીતો પછી મુશ્કેલીઓ પડી શકે છે. નવા ફેરફારો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટને લઈને કરવામાં આવ્યા છે. જેમા આ સર્ટિફિકેટ હવે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને જમા કરાવી શકાશે. 

30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટીફિકેટ જમા કરાવું પડશે

જે પેન્શનર્સની ઉમંર 80 વર્ષ કરતા પણ વધારે છે. તેઓ 1 ઓક્ટોમ્બરથી 30 નવેમ્બર સુધીમાં જીવન પ્રમાણપત્ર જમા કરવી શકશે. જ્યારે અન્ય પેન્શનર્સે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવું પડશે. 

જીવન પ્રમાણપત્ર આઈડી એક્ટિવ કરવામાં આવશે 

જીવન પ્રમાણ પત્ર જમા કરાવાનું કામ પોસ્ટઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ભારતીય ડાક વિભાગ દ્વારા જીવન પ્રમાણ પત્રની આઈડી પણ એક્ટિવ કરવામાં આવશે સરકારના જણાવ્યા પ્રમાણે આ કામ કોમન સર્વિસ સેન્ટરમાં જઈને પણ તમે કરાવી શકો છો. જેના માટેની અંતિમ તારીખ 20 સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે. 

31 ડિસેમ્બર સુધીમાં સર્ટિફિકેટ જમા કરાવા આદેશ 

ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો નિયમ ગત વર્ષેજ લાવવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાને કારણે તેને રોકી દેવામાં આવ્યો હતો. જેમા ગત વર્ષે બધા પેન્શરનર્સને 31 ડિસેમ્બર સુધીમાં સર્ટિફિકેટ જમા કરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ કોરોનામાં વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા જેથી તેની તારીખ લંબાવામાં આવી હતી. 

વૃ્ધ્ધોએ લાંબી લાઈનમાં ઉભા રહેવું નહી પડે 

ઉલ્લેખનીય છે કે ડિજિટલ પ્રમાણ પત્રોને કારણે વૃદ્ધોને લાંબી લાઈનમાં ઉભા રહેવું નહી પડે. સર્ટિફિકેટ મોકલવાનું કામ પણ ઘરે બેઠા થઈ જશે. સાથેજ ખાતામાં રૂપિયા પણ આવી જશે. જોકે આ પ્રમાણપત્ર માટે સરકાર દ્વારા આધારકાર્ડને મરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કારણકે ઘણા લોકોની ફરીયાદ હતી કે તેમની પાસે આધારકાર્ડ નથી સાથેજ એવી પણ ફરિયાદ હતી કે તેનના અંગૂઠાનું નિશાન પણ મેચ નથી થતું 

સંકળાયેલા મુદ્દાઓ

Digital certificate New Rules pensioners ડિજિટલ પ્રમાણપત્ર નવો નિયમ પેન્શનર્સ New rule

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ