બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / New rule/If the flight is late, you can get out of the plane, but will you get a refund
Last Updated: 04:43 PM, 11 April 2024
કેટલીયવાર કેટલાક કારણોસર ફ્લાઈટ્સના સંચાલનમાં મોડું થઈ જતુ હોય છે. તેના કારણે ફ્લાઈટ રદ પણ થતી હોય છે. ફ્લાઈટ્સ રદ કે મોડી પડવાના કારણે યાત્રીઓને હાંલાકી ભોગવવી પડતી હોય છે. ફ્લાઈટ્સ ચાલવાના મામલામાં અમેરિકા અને ચીન બાદ ભારતનો નંબર આવે છે. ત્યારે અનેક ફ્લાઈટ્સ લેટ પડે છે એવામાં તેના સંબંધીત નિયમો તમારે જાણવા જરૂરી છે.
ADVERTISEMENT
ફ્લાઈટ લેટ પડવા પર પેસેન્જર્સ ફ્લાઈટમાંથી બહાર પણ આવી શકે છે,
ભારતમાં નાગર વિમાન મંત્રાલય ફ્લાઈટ્સ સંબંધીત નિયમો બનાવે છે. નાગરિક વિમાન મંત્રાલયમાં આવતી બ્યૂરો ઓફ સિવિલ એવિએશને હાલમાં કેટલાક નિયમો જાહેર કર્યા છે. જેમાં ફ્લાઈટ લેટ પડવા પર પેસેન્જર્સ ફ્લાઈટમાંથી બહાર પણ આવી શકે છે, તે નિયમ સામેલ છે.
ADVERTISEMENT
કેટલાક કારણોસર બોર્ડિંગ બાદ પણ ફ્લાઈટ લેટ પડે છે
ઉલ્લેખનીય છે કે, ઐરપોર્ટમાં ચેક ઈન કર્યા બાદ બોર્ડિંગ કરી દેવામાં આવે છે. પરંતુ કેટલાક કારણોસર બોર્ડિંગ બાદ પણ ફ્લાઈટ લેટ પડે છે, ત્યારે આવી સ્થિતિમાં યાત્રીઓએ વિમાનમાં બેસીને જ રાહ નહીં જોવી પડે. તેઓ વિમાનમાંથી બહાર પણ નીકળી શકશે.
ADVERTISEMENT
બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ફ્લાઈટ લેટ પડવા પર વિમાનમાંથી બહાર નીકળી એગ્ઝિટ ગેટથી બહાર પણ નીકળી શકાશે. વિમાનમાંથી બહાર આવવાનો ટાઈમ ડ્યૂરેશન જે તે એરલાઈન્સ અને ઐરપોર્ટ સિક્યોરિટી ડીસાઈડ કરશે.
આ પણ વાંચોઃ ED બાદ હવે CBIએ કે. કવિતાની ધરપકડ કરી, તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્શન
ADVERTISEMENT
ફ્લાઈટ લેટ પડવા પર જો યાત્રીઓ બહાર નીકળી જાય તો તેમને રિફંડ આપવામાં આવશે કે નહી ?
ADVERTISEMENT
આપને જણાવી દઈયે કે, ફ્લાઈટ લેટ પડવા પર જો યાત્રીઓ બહાર નીકળી જાય તો તેમને રિફંડ આપવામાં આવશે કે નહી ? તે અંગે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ કોઈ સ્પષ્ટતા નથી કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.