બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BRS's K Kavitha Arrested By CBI Inside Tihar Jail Over Liquor Policy Case

દારુ કૌભાંડ / ED બાદ હવે CBIએ કે. કવિતાની ધરપકડ કરી, તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્શન

Published By: Hiralal

Last Updated: 03:03 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડી બાદ હવે સીબીઆઈએ પણ બીઆરએસ નેતા કે.કવિતા સામે સકંજો કસ્યો છે.

CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા 15 માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ ઇડી અને સીબીઆઇ કેસ માટે વિશેષ જજ કાવેરી બાવેજા (રાઉઝ એવન્યુ કોર્ટ)ને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ તેણે 6 એપ્રિલે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કવિતાની પૂછપરછ કરી હતી. 

વધુ વાંચો : ભારતના સ્માર્ટફોનમાં આવ્યો ખતરનાક 'વાયરસ', ચોરી લેશે માહિતી, એપલે આપી મોટી ચેતવણી

જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવાઈ
આ પહેલા મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી હતી. કવિતાએ કહ્યું કે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત છે. આ કેસ સંપૂર્ણપણે વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત છે. વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે છે. સીબીઆઈએ આ કેસમાં મારું નિવેદન નોંધી લીધું છે. સીબીઆઈએ જેલમાં મારા નિવેદનો નોંધ્યા છે.

કવિતા પર આમ આદમી પાર્ટીને 100 કરોડની લાંચ આપવાનો આરોપ 
કવિતા પર આરોપ છે કે તે સાઉથ ગ્રુપની મુખ્ય સભ્ય છે, જેણે દિલ્હીમાં દારૂના લાયસન્સનો મોટો હિસ્સો આપવાના બદલામાં આમ આદમી પાર્ટીને કથિત રીતે 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

તિહાર જેલમાં સીએમ કેજરીવાલ, મનીષ સિસોદિયા
આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલ 15 એપ્રિલ સુધી કસ્ટડીમાં છે. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલ નંબર વનમાં બંધ છે. આ કેસમાં આપના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જેલની બહાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal k kavitha liquor policy case કે કવિતા કેજરીવાલ દારુ કૌભાંડ Liquor Policy Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ