ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિનથી ફરી થવાનું જોખમ 42% ઘટ્યું, ટ્રાયલનાં પરિણામોથી આશા જાગી

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિનથી ફરી થવાનું જોખમ 42% ઘટ્યું, ટ્રાયલનાં પરિણામોથી આશા જાગી

Last Updated: 09:30 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્સરની સારવારમાં વેક્સિન નવી આશા જગાવી રહી છે, કારણ કે એક મોટા ક્લિનિકલ ટ્રાયલમાં મેલેનોમા ફરી થવા કે મૃત્યુનું જોખમ 42 ટકા સુધી ઘટ્યાનું સામે આવ્યું છે.

1/7

photoStories-logo

1. કેન્સર પર્સનલાઇઝ્ડ વેક્સિન

કેન્સરના ઇલાજમાં પર્સનલાઇઝ્ડ વેક્સિનને લઈને એક મોટી આશા જાગી છે. નવા ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે દર્દીની જરૂરિયાત મુજબ તૈયાર કરાયેલી કેન્સર વેક્સિનને સામાન્ય ઇમ્યુનોથેરાપી દવા સાથે આપવામાં આવે તો મૃત્યુ કે ત્વચાના કેન્સરના પુનરાવૃત્તિનું જોખમ 42 ટકા સુધી ઘટી જાય છે. જેમાં રીસર્ચરનું કહેવું છે કે આ પરિણામો કેન્સરના ઇલાજમાં મહત્વના ફેરફાર તરફ ઈશારો કરે છે અને દવા વ્યવસ્થાને એક પગલું આગળ લઈ જઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ટ્રાયલમાં શું જાણવા મળ્યું ?

ટ્રાયલમાં એ પણ જાણવા મળ્યું કે વેક્સિન અને ઇમ્યુનોથેરાપીના સંયોજનથી બે વર્ષના સમયમાં મેલેનોમા શરીરના બીજા ભાગોમાં ફેલાવાનું જોખમ માત્ર ઇમ્યુનોથેરાપી લેનારા દર્દીઓની સરખામણીએ 38 ટકા ઓછું રહ્યું. મેલેનોમા ત્વચાનું એક ગંભીર પ્રકારનું કેન્સર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કોણ બનાવશે?

આ વેક્સિન એમએસડી અને મોડર્ના કંપનીઓ વિકસાવી રહી છે. તેમનું કહેવું છે કે આ જટેકનીકને હવે કિડની, બ્લેડર અને ફેફસાંના કેન્સર સહિત બીજા ટ્યુમરના ઇલાજમાં પણ ચકાસવામાં આવી રહી છે. જેમાં કેન્સર નિષ્ણાતોએ આ પરિણામોને પ્રભાવશાળી ગણાવ્યા છે, પરંતુ તેમને કહ્યું છે કે આ ઇલાજથી દર્દીઓની સરેરાશ આયુષ્ય કેટલી વધે છે તે જાણવા માટે લાંબા સમય સુધી દેખરેખ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કોના માટે ?

આ નવી પદ્ધતિ એવા કેન્સર દર્દીઓ માટે છે જેમના ટ્યુમર સર્જરી દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે. ટ્રાયલમાં 1137 પુખ્ત દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. બધાને કિટ્ટુડા નામની સ્થાપિત ઇમ્યુનોથેરાપી દવા આપવામાં આવી, જે શરીરની ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષોને ઓળખીને તેમના પર હુમલો કરવામાં મદદ કરે છે. આમાંથી આશરે બે-તૃતીયાંશને પ્રયોગાત્મક વેક્સિન પણ આપવામાં આવી જ્યારે બાકીના લોકોને પ્લેસિબો આપવામાં આવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. mRNA ટેક્નિકનો ઉપયોગ

વેક્સિનનું નામ ઇન્ટિસમેરન છે અને તેમાં mRNA ટેક્નિકનો ઉપયોગ થયો છે જે અમુક કોવિડ વેક્સિનમાં પણ વપરાઈ હતી. પરંતુ કેન્સરના કિસ્સામાં તેનો અભિગમ અલગ છે. આ વેક્સિન દરેક દર્દી માટે અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેના માટે દર્દીના પોતાના ટ્યુમરની માહિતીનો ઉપયોગ કરીને ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષોને ઓળખવા માટે તૈયાર કરવામાં આવે છે. જેનો હેતુ એ છે કે જો ભવિષ્યમાં કેન્સરના કોષો ફરીથી દેખાય તો ઇમ્યુન સિસ્ટમ તેમને ઓળખીને હુમલો કરી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નિયમનકારો સાથે વાતચીત

જેમાં કંપનીઓએ કહ્યું છે કે તેઓ દવા નિયમનકારો સાથે વાતચીત કરી રહી છે અને આગામી વર્ષ સુધી મંજૂરી માટે અરજી કરી શકે છે. જોકે મોટા પાયે ઉપયોગ ઘણી બાબતો પર નિર્ભર રહેશે, જેમાં ખર્ચ મુખ્ય છે કેમ કે દરેક દર્દીના ટ્યુમરનું જિનેટિક વિશ્લેષણ કરીને અલગ વેક્સિન તૈયાર કરવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Vaccine Melanoma Treatment Breakthrough Clinical Trial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ