ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / new date for call letter of lrd written exam

અપડેટ / LRD ભરતીને લઈને મોટા સમાચાર: કૉલલેટરની તારીખ બદલાઈ, જાણો હવે ક્યારે કરી શકાશે ડાઉનલૉડ

Published By: Khyati

Last Updated: 11:32 AM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર માટે નવી તારીખ જાહેર, IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી

ADVERTISEMENT

  • LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર માટે નવી તારીખ જાહેર
  • IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
  • 1લી નહી 3 એપ્રિલે બહાર પાડશે કોલ લેટર

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કોલલેટર જાહેર કરવાની તારીખ 1લી એપ્રિલને બદલે 3 એપ્રિલ કરવામાં આવી છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું છે કે વનરક્ષકની પરીક્ષામાં ઉનાવા અને ભાવનગરમાં થયેલી ગેરરીતીને ધ્યાને લેતા લોક રક્ષક દળની ભરતી પરીક્ષા માટે કોલ લેટર 1લી એપ્રિલને બદલે 3જી એપ્રિલે બહાર પાડવામાં આવશે.

3જી એપ્રિલે કોલ લેટર બહાર પડાશે 

મહત્વનું છે કે  LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. LRDની શારીરિક કસોટી પૂર્ણ થઇ ચૂકી છે .  જ્યારે  લેખિત પરીક્ષા આગામી 10 એપ્રિલે યોજાશે તેમ LRD ભરતી બોર્ડના હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષાનું  એલાન કરવામાં આવ્યું હતું. 

કેટલા ઉમેદવારો થયા છે પાસ?

શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

હસમુખ પટેલે શું કરી છે અપીલ?
લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 3 લાખ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો.

હેલ્પલાઇન નંબર

  • 9104654217
  • 8401154217
  • 7041454217
  • 9104654216
  • 7041454218

લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 ગુણ છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા ગુણ હોય તોપણ લેખિત કસોટીમાં વધુ ગુણ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

LRD recruitment Exam gujarat કોલ લેટર લેખિત પરીક્ષા લોક રક્ષક દળ Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ