ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / NEW CBI DIRECTOR SUBODH JAISWAL

વેબસીરિઝ / જાણો કોણ છે CBIના નવા ચીફ સુબોધ જયસ્વાલ, જેમણે સોલ્વ કરેલા કેસ પર બની રહી છે વેબસીરિઝ

Published By: ParthB

Last Updated: 07:19 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુબોધ જયસ્વાલ જેટલા પણ પદ પર નિમણૂક થયા ત્યાં સુધી મહારાષ્ટ્રના મોટા મોટા કેસો તેમણે સોલ્વ કર્યા છે

ADVERTISEMENT

  • દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIને નવા ડિરેકટર મળ્યા
  • સુબોધ જયસ્વાલે ઘણા પદો પર રહી કામ કર્યું છે 
  • તેલગી કૌભાંડના આરોપીઓને જેલમાં ધકેલનાર સુબોધ જયસ્વાલ 

દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIને નવા ડિરેકટર મળ્યા
દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIને નવા ડિરેકટર મળ્યા છે. IPS અધિકારી સુબોધ જયસ્વાલને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા  CBI ડિરેકટરના પદ પર ઋષિ કુમાર શુક્લ હતા જે ફેબ્રુઆરી 2021માં રિટાયર્ડ થયા હતા. ઘણા સમયથી આ પદ માટે શોધખોળ ચાલુ હતી. 24 મે ની સાંજે PM મોદીની હાજરીમાં એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ પદ માટે કુલ ત્રણ અધિકારીઓ પસંદ પામ્યા હતા, સુબોધ જયસ્વાલ, કે આર ચંદ્ર અને વી એસ કે કૌમુદી. 25 મે એ આ ત્રણ માંથી સુબોધ પર આ પદ માટેની મહોર લાગી ગઈ. તેઓ 2 વર્ષ સુધી આ પદ પર રહેશે. 

 

 

આ પહેલા આટલા પદો પર કરી ચૂક્યા છે કામ 
58 વર્ષના સુબોધ મહારાષ્ટ્ર કેડરની 1985 બેચના IPS અધિકારી છે. તેઓ અત્યાર સુધીમાં CISF ચીફ તરીકે કામ સંભાળી રહ્યા હતા. આ પહેલા તેઓ મુંબઈના પોલીસ કમિશ્નર અને મહારાષ્ટ્રના DGP પણ રહી ચૂક્યા છે. તેમણે દસ વર્ષથી પણ વધુ સમય ઇન્ટેલિજન્સ બ્યૂરો, સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ અને રૉ માં વિતાવ્યો છે. CBI ના પદ માટે પસંદગી પામેલ અધિકારીઓની યાદીમાં સુબોધ સૌથી વરિષ્ઠ અધિકારી છે. તેઓ જ્યારે મુંબઈ પોલીસમાં હતા ત્યારે તેમનો મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેશમુખ સાથે ઘણા મતભેદ રહ્યા હતા. પોલીસ અધિકારીઓની બદલીઓને લઈ સુબોધ ઘણા નારાજ પણ રહેતા. આ બધી જ ઘટનાની તપાસ હાલ CBI કરી જ રહી છે અને એવામાં સુબોધને જ આ પદ માટે પસંદ કરવામાં આવ્યા, જે ગજબ સંયોગ કહેવાય. 

તેલગી સ્ટેમ્પ કૌભાંડ 
2001માં એક કૌભાંડ સામે આવ્યું હતું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી. કોમર્સ ભણેલો અને કર્ણાટકમાં રહેલો તેલગી મુંબઈ અને સાઉદી અરબમાં નોકરી કરતો. 1990માં મુંબઈમાં આવી નકલી સ્ટેમ્પ વેચવાનું શરૂ કર્યું અને આખી હારમાળા રચી . નકલી સ્ટેમ્પ અને કાગળોને આધારે તેણે કેટલાય લોકોને સાઉદી અરબ પણ મોકલ્યા. 1993માં તેલગીમે જેલ પણ થઈ અને જેલમાં બેઠા બેઠા તેણે સ્ટેમ્પ પર મોટું કૌભાંડ કરવાનો પ્લાન ઘડ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ તરત જ તેણે તેના સાથી રતન સોની સાથે ભેગા મળીને સરકારી નકલી સ્ટેમ્પનું કૌભાંડ શરૂ કર્યું. તેલગી અને તેના સાથી આ કૌભાંડથી કરોડો રૂપિયા બનાવ્યા. પણ આ કૌભાંડની તપાસ કરવા મુંબઈ પોલીસની એક ટીમ બની, આ ટીમને લીડ કરનાર બીજું કોઈ નહીં પણ સુબોધ પોતે જ હતા. આ કૌભાંડના તળિયા સુધી સુબોધ પહોંચી ગયા હતા અને તેમણે આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. 

 

હંસલ મહેતાએ આ પહેલા SCAM 1992 વેબસીરિઝ બનાવી હતી, જેમાં હર્ષદ મહેતાએ કરેલ શેરબજારનું કૌભાંડ શું હતું તે બતાવ્યું હતું. પ્રતિક ગાંધીએ જેમાં હર્ષદ મહેતાનો રોલ નિભાવ્યો હતો. આ વેબ સીરિઝ દર્શકોને ખૂબ જ પસંદ આવતા તેઓ હવે બીજી વેબ સીરિઝ લાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IPS Subodh Kumar Jaiswal Scam 1992 Web Series cbi સુબોધકુમાર જયસ્વાલ CBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ