ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / new business astro tips for progress and profit in own business

Tips / નવા બિઝનેસ માટે જ્યોતિષના આ ચમત્કારી ઉપાય તમને લાભ કરાવશે, થશે પ્રગતિ

Published By: Premal

Last Updated: 08:01 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો આજકાલ પોતાનો વેપાર કરવા માંગે છે. નાની દુકાન હોય કે પછી કોઈ મોટો શોરૂમ, તેમાં પ્રગતિ કરવા માટે લોકો જ્યોતિષ ઉપાય અથવા પૂજા-પાઠનો આધાર લે છે.

ADVERTISEMENT

  • શું તમારો ધંધો મંદ-મંદ ગતિએ ચાલે છે?
  • વેપારમાં સફળતા મેળવવા જ્યોતિષની આ ટીપ્સ અજમાવો
  • બિઝનેસમાં થશે પ્રગતિ, થશે મોટો ફાયદો

વેપારમાં લાભ મેળવવા કરો આ ઉપાય

ખરેખર, અવાર-નવાર બિઝનેસમેનની સામે વેપાર ના ચાલવાની સમસ્યા આવતી રહે છે. કોઈ પણ વ્યાપારીનો ઉદ્દેશ્ય હોય છે કે તેનો વેપાર સારો ચાલે. એવામાં જ્યોતિષના કેટલાંક વિશેષ ઉપાય તમને ઉપયોગી સાબિત થઇ શકે છે. 

જ્યોતિષના આ ઉપાય છે ખાસ 

  1. બિઝનેસ શરૂ કર્યા બાદ દર મંગળવારે 11 પીપડાના પત્તા પર લાલ ચંદનથી રામ-રામ લખો. આટલુ કર્યા બાદ તેને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી દો. આવુ કરવાથી વેપારમાં સફળતા મળે છે. ધ્યાન રાખો કે આ ઉપાય વિશે કોઈને પણ જણાવશો નહીં.
  2. સોમવારના દિવસે 11 બિલિપત્ર પર કેસરથી 'ઓમ નમ: શિવાય' લખો. ત્યારબાદ આ મંત્રને બોલીને આ બિલિપત્રને શિવલિંગ પર અર્પણ કરો. આવુ સતત 16 સોમવાર કરો. આમ કરવાથી બિઝનેસમાં આર્થિક સમસ્યા નહીં આવે.
  3. બિઝનેસ માટે માલ ખરીદતા પહેલા 51 રૂપિયા કોઈ પણ સ્થાન પર મુકી દો. માલ ખરીદીને પાછા આવ્યાં બાદ આ રૂપિયા કોઈ મંદિરમાં દાન કરી દો અથવા આ રૂપિયાથી કોઈ જરૂરીયાતમંદને ભોજન કરાવી દો. આવુ કરવાથી બિઝનેસમાં લાભ થશે.

આ ઉપાયથી બિઝનેસમાં થશે લાભ 

દુકાન ખોલ્યા બાદ કપૂર અને કંકુને ભેળવીને પ્રગટાવો. રાખની ગાંઠ બનાવીને ગલ્લામાં રાખો. માન્યતા છે કે આવુ કરવાથી બિઝનેસમાં નજર દોષ લાગતો નથી. આ સિવાય ગુરૂવારના દિવસે શ્યામ તુલસીના પાનને કોઈ પણ પીળા કપડામાં બાંધીને દુકાન અથવા બિઝનેસના સ્થાન પર મુકી દો. આવુ કરવાથી બિઝનેસમાં આર્થિક પ્રગતિના યોગ બનશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Business Astro Tips astro tips Astrology Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ