બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Nestle faced serious allegations regarding baby food

ખુલાસો / બેબી ફૂડને લઇ Nestle પર લાગ્યો ગંભીર આક્ષેપ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Priyakant

Last Updated: 03:06 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nestle Baby Food Latest News: કેન્દ્ર સરકારે ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ ઉમેરવામાં આવી હોવાના અહેવાલની તપાસ કરવા જણાવ્યું

Nestle Baby Food : Nestle કંપનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, Nestle કંપની ભારત સરકારની તપાસ હેઠળ આવી છે. વિગતો મુજબ સરકારે ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ ઉમેરવામાં આવી હોવાના અહેવાલની તપાસ કરવા જણાવ્યું છે. સ્વિસ ઈન્વેસ્ટિગેટિવ ઓર્ગેનાઈઝેશન પબ્લિક આઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, નેસ્લે (Nestle) ભારતમાં વેચાઈ રહેલા બેબી ફૂડમાં ખાંડ ઉમેરી રહી છે જેના પછી આ કંપની સરકારના નિશાના પર આવી ગઈ છે. 

એક ટોચના સરકારી અધિકારીએ ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, અમે નેસ્લે (Nestle) અંગેના અહેવાલની નોંધ લીધી છે અને મામલાની તપાસ કરીશું. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, સરકાર ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓને અનુસરીને નેસ્લે (Nestle) ના બેબી ફૂડના સેમ્પલની તપાસ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને કહેશે. ઉપરાંત ગ્રાહક બાબતોના વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં આ બાબતે ચર્ચા કરશે. નોંધનિય છે કે, અમેરિકા અને યુરોપમાં બેબી ફૂડમાં વધારાની ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ છે. જો કોઈપણ કંપની તેમાં ખાંડ ઉમેરે તો ભારે દંડ ફટકારવામાં આવે છે. પરંતુ એશિયન દેશોમાં બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા માટે કોઈ દંડ નથી. આવી સ્થિતિમાં નેસ્લે (Nestle) દ્વારા બેબી ફૂડમાં ખાંડ ઉમેરવાના અહેવાલો સામે આવ્યા છે. 

આવો જાણીએ શું છે WHO ની માર્ગદર્શિકા ? 
જો આ રિપોર્ટ સાચો હોવાનું જણાય છે તો તે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નિર્દેશોનું ઉલ્લંઘન છે. WHO અનુસાર 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખોરાકમાં ખાંડ અથવા મીઠા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનો ખુલાસો કરે છે, પરંતુ ખાંડના મિશ્રણ અંગે પારદર્શક નથી. 

ખાંડ ઉમેરવાથી શું નુકસાન થાય છે ? 
હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ, ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, અલ્ઝાઈમરનું જોખમ, દાંતમાં પોલાણની સમસ્યા, માનસિક સ્વાસ્થ્ય, શ્વેત રક્તકણોનું નબળું પડવું, રોગપ્રતિકારક શક્તિ વીક જેવી ઘણી સમસ્યાઓ શરીરમાં થઈ શકે છે. 

પબ્લિક આઈ અને IBFAN વતી કેટલી ગ્રામ ખાંડ ઉમેરવામાં આવે છે, કંપનીના 150 ઉત્પાદનો પરીક્ષણ માટે બેલ્જિયન લેબમાં મોકલવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે, સેરેલેક અને અન્ય જેવી બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં પ્રતિ ચમચી 4 ગ્રામ ખાંડ હોય છે જે એક સુગર ક્યુબ જેટલી હોય છે. ફિલિપાઇન્સમાં વેચાતી પ્રોડક્ટમાં 6 મહિનાના બાળક માટે સેરેલેકમાં આ જથ્થો 7.5 ગ્રામ જોવા મળે છે.

ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ વેચાણ
રિપોર્ટ અનુસાર નેસ્લે (Nestle) એશિયાઈ દેશોમાં અમેરિકા અને યુરોપની સરખામણીમાં વધુ ખાંડ ઉમેરી રહી છે. યુરોમોનિટર ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સેરેલેક એ વૈશ્વિક સ્તરે ટોચની બેબી ફૂડ બ્રાન્ડ છે જેનું વેચાણ 2022 માં $1 બિલિયનને વટાવી જવાની અપેક્ષા છે. આ વેચાણનો સૌથી મોટો હિસ્સો લગભગ 40 ટકા બ્રાઝિલ અને ભારતમાંથી આવે છે. સ્વિસ તપાસ સંસ્થા પબ્લિક આઈ એ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતા નેસ્લે (Nestle) બેબી ફૂડના નમૂનાઓ પરીક્ષણ માટે બેલ્જિયન લેબોરેટરીમાં મોકલ્યા હતા. પરિણામો દર્શાવે છે કે એક વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાતા દૂધની ફોર્મ્યુલા બ્રાન્ડ નિડો અને છ મહિનાથી બે વર્ષ સુધીના બાળકો માટે વપરાતા અનાજ સેરેલેકના નમૂનાઓમાં સુક્રોઝ અથવા મધ ઉમેરવામાં આવ્યું હતું.

વધુ વાંચો : રાજ કુંદ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડ્રિંગ કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી

જાણો શું કહ્યું નેસ્લે (Nestle)ના પ્રવક્તાએ ? 
નેસ્લે (Nestle) ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં તેના બેબી ફૂડમાં ઉમેરવામાં આવતી ખાંડમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુણવત્તા, સલામતી અને સ્વાદ સાથે સમાધાન કર્યા વિના ઉમેરાયેલ ખાંડના સ્તરને ઘટાડવા માટે અમે નિયમિતપણે અમારા ખોરાકનું પરીક્ષણ કરીએ છીએ અને અમારા ઉત્પાદનોમાં સુધારો કરીએ છીએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ