બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / nepal caretaker pm kp sharma oli removed from ruling nepal communist party

હડકંપ / કમ્યુનિસ્ટ પાર્ટીએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને લઇને લીધો એવો નિર્ણય કે નેપાળમાં સર્જાયો રાજકીય ભૂકંપ

Hiren

Last Updated: 08:54 PM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને કમ્પ્યુનિસ્ટ પાર્ટીથી હટાવી દેવાયા છે સાથે જ તેમનું સભ્યપદ પણ રદ્દ કરાયું છે.

  • નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ
  • કમ્યુનિસ્ટ પાર્ટીએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને પાર્ટીમાંથી હટાવ્યા
  • ઓલીનું સભ્યપદ પણ રદ્દ કરાયું

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને કમ્યુનિસ્ટ પાર્ટીથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. આ સાથે જ પાર્ટીએ કેપી શર્મા ઓલીનું સભ્ય પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ 20 ડિસેમ્બર 2020માં રાજકીય સંકટમાં નેપાળ ફંસાયું હતું જ્યારે ચીન સમર્થક ગણાતા ઓલીએ પ્રચંડની સાથે સત્તા સંઘર્ષ વચ્ચે અચાનક પ્રતિનિધ સભા ભંગ કરવાની અપીલ કરી દીધી.

સમાચાર એજન્સી ANIના સ્પ્લિન્ટર સમૂહના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠના હવાલાથી આ પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કેપી શર્મા ઓલીનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ્દ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, ઓલી વિરૂદ્ધ પાર્ટીમાં ઘણા સમયથી બળવો ચાલી રહ્યો હતો.

પ્રચંડે ઓલી વિરૂદ્ધ શુક્રવારે કર્યું હતું પ્રદર્શન

આ પહેલા NCPના અલગ જૂથના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડે શુક્રવારે રાજધાની કાઠમાંડોમાં એક મોટી સરકાર વિરોધી રેલી યોજી હતી. આ રેલીમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી દ્વારા સંસદનો ગેરકાયદે ભંગ કરવાથી દેશની સંઘીય લોકતાંત્રિક પ્રણાલી માટે ગંભીર ખતરો પેદા થઇ ગયો છે.

તેમણે કહ્યું કે, ઓલીએ ન માત્ર પાર્ટીના બંધારણ અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ નેપાળના બંધારણની મર્યાદાને પણ ક્ષતિ પહોંચાડી છે અને લોકતાંત્રિક પ્રણાલી વિરૂદ્ધ કામ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ