બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Nawazuddin Siddiqui said The new generation clueless when it comes to love, so we have to play this role

મનોરંજન / નવી પેઢી પ્રેમની બાબતમાં 'નલ્લી' છે એટલે અમારે આ રોલ કરવા પડે: ફિલ્મમાં 28 વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરવા પર બોલ્યો નવાઝુદ્દીન સિદ્દીકી

Megha

Last Updated: 12:03 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રિલીઝ થઈ ગઈ ત્યારે આ વિશે વાત કરતાં કહ્યું કે નવી પેઢી રોમાંસની બાબતમાં 'નલ્લી' છે. આજકાલ વ્હોટ્સએપ પર પ્રેમ અને બ્રેકઅપ થાય છે

  • નવાઝુદ્દીન સિદ્દીકીની નવી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રિલીઝ 
  • ફિલ્મમાં રોમાન્સ કરું ત્યારે શું હું વૃદ્ધ દેખાઉં છું? 
  • મેં પ્રેમનો અનુભવ કર્યો છે એટલે રોમેન્ટિક રોલ કરું છું 

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ 23 જૂને એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ ગઈ છે. જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીની નવી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું જેમાં નવાઝ તેના કરતા 28 વર્ષ નાની અભિનેત્રી અવનીત કૌરને કિસ કરતો જોવા મળ્યો હતો. 

નવી પેઢી રોમાંસની બાબતમાં 'નલ્લી' છે
આ ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ઈન્ટરનેટ પર લોકો આ વાતને લઈને એમને ટ્રોલ કરી રહ્યા હતા. આ સાથે જ ફિલ્મ માટે તેમની જોડીની ટીકા પણ થઈ છે. કારણ કે નવાઝ 49 વર્ષનો છે અને અવનીત 21 વર્ષની છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે નવી પેઢી રોમાંસની બાબતમાં 'નલ્લી' છે. એટલા માટે શાહરૂખ ખાન સહિત તમામ સિનિયર કલાકારોને રોમાન્સ કરતા દેખાડવા પડશે.આજકાલ વ્હોટ્સએપ પર જ બધું થાય છે. પ્રેમ હોય કે બ્રેકઅપ. તેની પાછળ એક કારણ છે કે રોમાંસ ફક્ત એવા લોકો જ કરી શકે છે જેને રોમાંસ જીવ્યો હોય. બીજું કોણ કરી શકે?"

ફિલ્મમાં રોમાન્સ કરું ત્યારે શું હું વૃદ્ધ દેખાઉં છું? 
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે "જ્યારે તમે ઉંમરના તફાવત વિશે વાત કરો છો તો એ કેવી રીતે વાંધો છે? શું તમને લાગે છે કે હું વૃદ્ધ દેખાઉં છું? હું 10 વર્ષ પછી પણ રોમેન્ટિક ભૂમિકાઓ કરવાનું ચાલુ રાખીશ. હું આમાં વિશ્વાસ કરું છું અને એ પાર્ટ ભજવવા માટે હું મારી જાતને જાળવી રાખીશ. શાહરૂખ ખાન પણ આ કરે છે અને તે આમ કરી રહ્યો છે કારણ કે લોકો તેને રોમેન્ટિક હીરો તરીકે જુએ છે. શાહરૂખ રોમાંસનું પ્રતીક છે. તે આજના જમાના અને દિવસ જેવું નથી, જ્યાં લોકો વોટ્સએપ પર પ્રેમમાં પડે છે અને વોટ્સએપ પર બ્રેકઅપ થાય છે. '

મેં પ્રેમનો અનુભવ કર્યો છે એટલે રોમેન્ટિક રોલ કરું છું 
આગળ વાત કરતાં તેને કહ્યું કે અમે ખરેખર આ બધુ અનુભવ્યું છે. એક સમય હતો જ્યારે મે ત્રણ વર્ષ સુધી મારા ગામની એક સ્ત્રીનો પીછો કર્યો. હું સખત ગરમીમાં તેના ઘરની બહાર રાહ જોતો... કારણ કે હું પ્રેમમાં હતો. પ્રેમ ખરેખર મહત્વપૂર્ણ છે. તે તમને શીખવે છે કે કેવી રીતે રોમેન્ટિકાઇઝ કરવું. આ વિશે તમે જાણો છો? જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને લઈને તમારામાં જૂનુન હશે. જો તમને તમારું કામ ગમે છે, તો તેને લઈને જૂનુન હશે. રોમાંસ માટે તેને લઈને જૂનુનની હાજરી મહત્વપૂર્ણ છે. તેથી હું ફિલ્મો પ્રત્યે ઉત્સાહી છું અને  ફિલ્મોમાં કામ કરું છું.'

શરૂઆતમાં મને ફિલ્મોમાં માત્ર એક સીનનો જ રોલ મળતો
આ સાથે જ નવાઝુદ્દીને તે વિશે પણ વાત કરી હતી કે જ્યારે તે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી રહ્યો હતો. તેને કહ્યું કે "હું જે નાની ભૂમિકાઓ ભજવતો હતો તેના પરથી લોકો મને જોવા લાગ્યા હતા. મારી પહેલી ફિલ્મ સરફરોશ હતી. મેં આ ફિલ્મમાં ખૂબ જ નાનો રોલ કર્યો હતો. જે બાદ મને ફિલ્મોમાં માત્ર એક સીનનો જ રોલ મળતો હતો. આખરે, મેં કંટાળીને નક્કી કર્યું કે હવે મારે એક ફિલ્મમાં બે સીન જોઈએ છે. અચાનક, મને કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો કે, 'નવાઝ ભાઈ, ફિલ્મમાં એક સીન છે, તમે કરશો? અને મેં કહ્યું, ' હવે બે સીન મળશે તો જ ફૂ ફિલ્મ કરીશ એક સીનવાળી ફિલ્મો માટે મને ફોન ન કરતાં.' ત્યારપછી મને ઓછામાં ઓછા બે સીનવાળી ફિલ્મોની ઓફર મળવા લાગી. મેં મારા જીવનના 5-6 વર્ષ આવી રીતે કામ કર્યું પછી મેં નક્કી કર્યું કે મારે ત્રણ સીન તરફ આગળ વધવું છે અને આ રીતે મને મોટી ફિલ્મો મળતી રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ