ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / આ નવરાત્રી છે? પાર્ટી પ્લોટસ બહાર કોન્ડોમ-ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં જંગી ઉછાળો, આ સ્થળ હોટ ફેવરિટ

ચોથા નોરતે આઘાત / આ નવરાત્રી છે? પાર્ટી પ્લોટસ બહાર કોન્ડોમ-ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં જંગી ઉછાળો, આ સ્થળ હોટ ફેવરિટ

Published By: Hiralal Parmar

Last Updated: 12:11 PM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોથા નોરતે એક આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે જે આપણને વિચારતાં કરી મૂકે એવા છે અને સવાલ થાય કે શું આ જ નવરાત્રી છે?

ADVERTISEMENT

નવલા નોરતા જામ્યાં છે, બાળકોથી માંડીને મોટેરા બધા ગરબાની મજા માણી રહ્યાં છે પરંતુ આ બધામાં એક કડવી વાસ્તવિકતા દર્શાવતાં સમાચાર આવ્યાં છે જે ખરેખર ચિંતાજનક છે. હકીકતમાં રિપોર્ટમાં એવું જણાવાયું છે કે અમદાવાદ સહિતના બીજા વિસ્તારોમાં ચાલતા પાર્ટી પ્લોટ્સની બહાર કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં જંગી ઉછાળો આવ્યો છે, આ વાત દર્શાવે છે કે લોકો નવરાત્રીનો કેવો ઉપયોગ કરી રહ્યાં છે.

અમદાવાદમાં શું સ્થિતિ?

રિપોર્ટ અનુસાર, અમદાવાદના ઘણા જાણીતા પાર્ટી પ્લોટ્સની બહાર જ્યાં મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય તેની બહાર કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિતના ગુજરાતના બીજા શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે. રિપોર્ટમાં નામ પણ જણાવાયાં છે પરંતુ અહીં લખવા યોગ્ય નથી.

ખાનગી સંસ્થાના રિપોર્ટમાં બીજો મોટો ધડાકો

તાજેતરમાં એક ખાનગી સંસ્થાએ નવરાત્રી પર હાથ ધરેલા સંશોધનમાં કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. નામ ન આપવાની શરતે ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાવાયું હતું કે 95 ટકા લોકો ચોળિયા-ચોળીમાં સજ્જ નારીઓને ગરબે રમતાં જોવા આવે છે એટલે તેમના શ્રદ્ધા-ભક્તિભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ તેઓ સૌદર્યના શાસ્ત્રી હોય છે જ્યારે 5 ટકા લોકો જ શ્રદ્ધાભક્તિ ભાવનાથી ભરેલા હોય છે.

વધુ વાંચો : તમે કેટલામાં છો? નવરાત્રીમાં 95 ટકા લોકો આ ચીજ જુએ છે, જાણીને લાગશે આંચકો, ખરેખર આવું?

45થી 51 વર્ષની વયના લોકો વધારે ઉત્તેજિત

સંશોધનમાં એવું પણ જણાવાયું છે કે નવરાત્રીમાં 45 થી 51 વર્ષની વયના લોકો સૌથી વધુ ઉત્તેજિત રહેતા હોય છે અને તેઓ મહિલાઓ સામે એકીટશે જોઈ રહેતા હોય છે અને મનોમન કામપૂર્તિ કરી લેતાં હોય છે. યુવાનોમાં પ્રેમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે એટલે કે યુવાનોમાં ગરબે રમવાની ભાવના જળવાઈ રહેતી હોય છે જ્યારે મોટેરાં નજર દ્વારા કામપૂર્તિ કરતાં હોવાનું પણ રિસર્ચમાં દર્શાવાયું છે. રિસર્ચમાં ગરબે રમતી મહિલાઓને લઈને પણ વાત કરાઈ છે. સંશોધન અનુસાર, ચળિયા ચોળીમાં સજ્જ થઈને ગરબે રમતી મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે પોતે જ લાઈમલાઈટમાં રહે અને લોકો પોતાની સામે જ નજર નાખે અર્થાત મહિલાઓને પોતાની જાતને સુંદર દેખાડવાનું વધુ ગમતું હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat Navratri Navratri 2025 news Navratri 2025

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ