બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:08 PM, 10 April 2025
Tahawwur Rana Extradition : મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારોમાંથી એક તહવ્વુર રાણા હવે ગણતરીના કલાકોમાં ભારતમાં હશે. અમેરિકા દ્વારા તહવ્વુર રાણાને ભારતની ન્યાયિક એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. જે બાદ ભારતીય અધિકારીઓની એક ટીમ તેમને અમેરિકાથી દિલ્હી લઈ જશે. તહવ્વુર રાણાને ભારતમાં કેસનો સામનો કરવો પડશે. તેના પ્રત્યાર્પણને મોદી સરકારની કૂટનીતિની મોટી જીત કહેવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સરકારની પીઠ થપથપાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તહવ્વુર રાણાને તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખી શકાય છે.
ADVERTISEMENT
મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલામાં ધરપકડના લગભગ 16 વર્ષ પછી તહવ્વુર રાણા માટે ભારત પાછા ફરવાનો માર્ગ મોકળો થયો છે. અહેવાલ મુજબ ત્રણ NIA અધિકારીઓ અને ત્રણ ગુપ્તચર વિભાગના અધિકારીઓ રાણાને લેવા માટે અમેરિકા ગયા છે. રાણાના ભારત પાછા ફરવાના આ મહત્વપૂર્ણ જાણીએ તે ન્યાયાધીશ વિશે જેમના નિર્ણયથી રાણાની છેલ્લી આશા ખતમ થઈ ગઈ. આ જજનું નામ એલેના કાગન છે.
કોણ છે યુએસ જજ એલેના કાગન ?
ADVERTISEMENT
હકીકતમાં આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલેના કાગન સમક્ષ પ્રત્યાર્પણ સામે અરજી દાખલ કરી હતી. જેને તેમણે 6 માર્ચે નકારી કાઢ્યો. આ પછી રાણા માટે ભારત આવવાનો માર્ગ ખુલ્યો. 64 વર્ષીય કાગન યુએસ સુપ્રીમ કોર્ટમાં જજ છે. કાગનની નિમણૂક બરાક ઓબામા દ્વારા 2010માં કરવામાં આવી હતી. તે યુએસ સુપ્રીમ કોર્ટના ચોથા મહિલા ન્યાયાધીશ છે. તેમને અમેરિકાના પ્રથમ મહિલા સોલિસિટર જનરલ બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. 2009માં તે યુએસ સોલિસિટર જનરલ બની. બીજા વર્ષે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોન પોલ સ્ટીવન્સની નિવૃત્તિ પછી ઓબામાએ તેમના સ્થાને કાગનને નિયુક્ત કર્યા. તેમની નિમણૂક યુએસ સેનેટ દ્વારા 63-37 મતોથી કરવામાં આવી હતી.
Countering double jeopardy offense led to successful extradition of Tahawwur Rana: Sources
— ANI Digital (@ani_digital) April 10, 2025
Read @ANI Story | https://t.co/jgoipIKY8d#TahawwurRana #doublejeopardy #extradition #MumbaiAttacks pic.twitter.com/pKZwv6mZ6y
ADVERTISEMENT
તહવ્વુર રાણાએ કોર્ટમાં કરેલી અરજીજ્યારે એલેના કાગને ફગાવી દીધી ત્યારે તેણે યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સને પણ અપીલ કરી. આ અરજી યુએસ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો-જસ્ટિસ ક્લેરેન્સ થોમસ, જસ્ટિસ સેમ્યુઅલ એલિટો, જસ્ટિસ સોનિયા સોટોમાયર, જસ્ટિસ એલેના કાગન, જસ્ટિસ નીલ એમ. ગોર્સચ, જસ્ટિસ બ્રેટ એમ. કવાના, જસ્ટિસ એમી કોન બેરેટ, જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન સમક્ષ મૂકવામાં આવી હતી. પણ અહીં પણ રાણાનો મુદ્દો કામ ન લાગ્યો. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં જે દલીલો રજૂ કરી હતી તેમાં એ પણ હતું કે, તે ભારતમાં વધુ અત્યાચારોનો સામનો કરી શકે છે કારણ કે તે એક મુસ્લિમ, પાકિસ્તાની અને ઇસ્લામાબાદની સેનાનો ભાગ હતો. આ સાથે તેમણે પોતાના બગડતા સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો. પરંતુ તેમના શબ્દો કોર્ટમાં કામ ન આવ્યા.
નરેન્દ્ર માન તહવ્વુર રાણા સામે કેસ લડશે
ADVERTISEMENT
તહવ્વુર રાણાના ભારત પાછા ફરતા પહેલા દેશમાં હાઇ એલર્ટ છે. ખાસ કરીને દિલ્હીમાં વધારાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે તૈયારીઓ અંગે ગઈકાલે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડીજી-ડાયરેક્ટર જનરલ તપન ડેકા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને એનઆઈએના ડિરેક્ટર સદાનંદ વસંત દાતે હાજર રહ્યા હતા. મોડી રાત્રે ગૃહ મંત્રાલયે એક ગેઝેટેડ નોટિફિકેશન બહાર પાડીને રાણા સામે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના સરકારી વકીલ નરેન્દ્ર માનની નિમણૂક કરી. નરેન્દ્ર માનની નિમણૂક નોટિફિકેશન જાહેર થયાની તારીખથી 3 વર્ષ માટે અથવા કેસની ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી કરવામાં આવી છે.
પાકિસ્તાની કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો જેમાં તેમણે ક્રૂરતા વિરુદ્ધ યુએસ કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ કોર્ટે તેમની દલીલો સ્વીકારી ન હતી. જ્યારે ભારતને સરેન્ડર વોરંટ મળ્યું ત્યારે અધિકારીઓની એક ટીમ વિદેશની ધરતી પરથી ભાગેડુ ગુનેગારને લાવવા ગઈ. ભારત આવ્યા પછી રાણા સૌથી પહેલું કામ પોતાની તબીબી તપાસ કરાવી શકે છે. વધુમાં તેને વીડિયો લિંક દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય છે. રાણા મૂળ પાકિસ્તાનનો છે. પરંતુ તે લાંબા સમયથી કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને અમેરિકન શહેર લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. રાણા લશ્કર-એ-તૈયબાના ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી રહ્યો છે - જેને 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મારી માટે જે યોગ્ય છે તેને જ મેં...', આખરે છૂટાછેડાની અફવાહ પર મિશેલ ઓબામાએ તોડ્યું મૌન
બુલેટપ્રૂફ વાહન અને માર્ક્સ મેન વાહનની સુરક્ષા
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણાને પાલમ ટેકનિકલ એરપોર્ટથી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) મુખ્યાલય લાવવા માટે બુલેટપ્રૂફ વાહનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એક માર્ક્સ મેન વાહન પણ સ્ટેન્ડબાય પર તૈયાર રાખવામાં આવ્યું છે, જે અત્યંત સલામત માનવામાં આવે છે. રાણાને બુલેટપ્રૂફ કારમાં લાવવાનો નિર્ણય તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ વાહન એટલું મજબૂત છે કે કોઈપણ પ્રકારના હુમલાની તેના પર કોઈ અસર થતી નથી. આ સાથે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કમાન્ડો પણ વાહન સાથે સ્ટેન્ડબાય પર તૈનાત રહેશે જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.