બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'મારી માટે જે યોગ્ય છે તેને જ મેં...', આખરે છૂટાછેડાની અફવાહ પર મિશેલ ઓબામાએ તોડ્યું મૌન
Last Updated: 01:48 PM, 10 April 2025
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. ઘણા લોકોએ મિશેલ ઓબામાની કેટલીક હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં ગેરહાજરીને આ અફવાઓ સાથે જોડીને જોયું છે.
ADVERTISEMENT

તાજેતરમાં મિશેલ ઓબામાએ એક પોડકાસ્ટમાં વાત કરતાં આ મુદ્દા પર પોતાની સ્પષ્ટતા આપી છે. મિશેલે કહ્યું કે, "હું હવે મારા પોતાના કેલેન્ડરને નિયંત્રિત કરું છું. હું મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું, અને એ માટે મેં કેટલીક જાહેર ઇવેન્ટ્સમાંથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. લોકો આને છૂટાછેડા સાથે જોડે છે પણ હકીકત એવી છે કે હું મારી જાત માટે સમય કાઢી રહી છું."
ADVERTISEMENT

મિશેલે વધુમાં કહ્યું, "હું આ સ્વતંત્રતા મને વર્ષો પહેલાં આપી શકી હોત, પણ હું બાળકોને બહાનું બનાવી હતી. હવે હું એ કામો કરું છું જે મારા માટે યોગ્ય છે બીજાઓ શું ઈચ્છે છે એ પ્રમાણે નહીં." મિશેલ ઓબામાની ગેરહાજરી જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારંભમાં હાજર ન રહેવું અને ગયા જાન્યુઆરીમાં જિમી કાર્ટરના અંતિમ સંસ્કારમાં બરાક ઓબામાની એકલી હાજરી જેવા પ્રસંગોએ લોકોમાં અફવાઓ વધારેવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બાંગ્લાદેશના વળતા પાણી! હવે ભારતના માર્ગેથી નહીં કરી શકે આ કાર્ય, કમાણીનો રસ્તો બંધ
આ પહેલા પણ બરાક ઓબામાએ સ્વીકાર્યું હતું કે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેઓ તેમના સંબંધો પર પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા. તેમની આત્મકથા "બિકમિંગ" માં આ દંપતીએ ખુદ સ્વીકાર્યું છે કે રાજકીય દબાણના કારણે તેમના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. મિશેલે ખૂબ મહત્વની વાત કહી "છૂટાછેડાની અટકળો એ લોકોની સ્ત્રીઓની સ્વતંત્રતા ન સ્વીકારવાની માનસિકતાનું પ્રતિબિંબ છે. એક સ્ત્રી જ્યારે પોતાની જરૂરિયાતોને મહત્વ આપે છે, ત્યારે લોકો તરત જ તેના સંબંધો વિશે આશંકા કરવા લાગે છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.