બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે, કોઇ ઘર છોડીને ભાગ્યું, કોઇના છૂટાછેડા થઇ ગયા, તો તેવાં લોકોનું 'SIR' કેવી રીતે થશે?
Last Updated: 11:33 AM, 5 December 2025
SIR Process : ગુજરાત સહિત દેશભરમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે. BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈને લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે અને યોગ્ય વ્યક્તિઓને મતદાર યાદીમાં સામેલ કરી રહ્યા છે. પરંતુ લોકોમાં એક સામાન્ય પ્રશ્ન ઉદ્ભવે છે-જે લોકો ઘરેથી ભાગીને લવ મેરેજ કરી છે અથવા પોતાના મૂળ ઘરથી દૂર રહે છે, તેમની SIR પ્રક્રિયા કેવી રીતે થશે? એક ખાનગી ન્યૂઝ ચેનલને સ્થાનિક BLO દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આપણે જાણીશું SIRના મૂંઝવણ ભરેલા પ્રશ્નોનું સરળ સમાધાન.
ADVERTISEMENT
SIR શું છે અને કેમ જરૂરી છે?
SIR ફોર્મ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના દ્વારા વ્યક્તિ મતદાર યાદીમાં નામ ઉમેરાવી શકે, સરનામાં સુધારી શકે, ઉંમર અથવા અન્ય વિગતો સુધારી શકે, ભૂલો સુધારવા માટે અરજી કરી શકે. જો ફોર્મ યોગ્ય રીતે ભરાયેલ હોય તો અરજી ઝડપી સ્વીકારાય છે, પણ ભૂલો હોય તો તે પરત થાય છે, જેના કારણે પ્રક્રિયા લંબાય છે.
ADVERTISEMENT
ઘર છોડીને અન્યત્ર રહેતા લોકો માટે SIR પ્રક્રિયા
ઘણા લોકો પોતાના ગામ કે શહેર છોડીને બીજા સ્થળે રહેતા હોય છે. આવા લોકોની SIR પ્રક્રિયા થઈ શકે છે કે નહીં?
ADVERTISEMENT
BLO અનુસાર હા, કરી શકે છે પરંતુ તેના માટે જરૂરી છે વર્તમાન સરનામાનો પુરાવો, ઓળખ દર્શાવતા દસ્તાવેજો, મૂળ સ્થાને સંબંધિત જરૂરી માહિતી. ચકાસણી પછી જો બધું યોગ્ય લાગે તો જ તેમને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. જો દસ્તાવેજો અધૂરા હોય તો SIR પ્રક્રિયા આગળ ધપતી નથી.
પિતાના દસ્તાવેજો જરૂરી છે?
ADVERTISEMENT
ઘણા લોકો પૂછે છે કે SIR માટે પિતાનું નામ અને દસ્તાવેજ કેટલું મહત્વપૂર્ણ છે?
BLO અનુસાર સામાન્ય રીતે કૌટુંબિક ઓળખ અને વંશની ચકાસણી માટે પિતાનું નામ જરૂરી ગણાય છે. જો પિતાના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો અરજદાર વૈકલ્પિક પુરાવા આપી શકે છે. જેમ કે આધાર કાર્ડ, અન્ય ઓળખ કાર્ડ, કૌટુંબિક સંબંધ દર્શાવતા દસ્તાવેજો.
ADVERTISEMENT
હવે જાણો લવ મેરેજ કરેલી અને સાસરિયે રહેતી પુત્રી માટે પ્રક્રિયા
જો કોઈ પુત્રી પ્રેમ સંબંધને કારણે માતા-પિતા સાથેના સંબંધો તોડી સાસરિયાં સાથે રહે છે, તો તેની SIR કેવી રીતે થાય?
ADVERTISEMENT
BLO કહે છે દસ્તાવેજોની ચકાસણી વર્તમાન સરનામા અને પતિના દસ્તાવેજોના આધાર પર થાય છે. જો માતાપિતાના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો નીચેના પુરાવા ચાલે લગ્નનો પુરાવો, ઓળખ કાર્ડ, વર્તમાન સરનામાનો પુરાવો, સાચા દસ્તાવેજો મળ્યા પછી જ તેનો SIR તૈયાર થાય છે.
લવ મેરેજ પછી ઘર છોડી ગયેલા દંપતી માટે SIR પ્રક્રિયા
ઘણા દંપતી પ્રેમ લગ્ન બાદ પોતાનું ઘર છોડીને નવા સ્થળે રહેવા જાય છે. તેમની SIR પ્રક્રિયા કેવી રીતે?
BLO મુજબ SIR તેમના વર્તમાન રહેઠાણના આધાર પર બનાવવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો, ઓળખપત્ર, લગ્નનો પુરાવો, નવા સરનામાનો પુરાવો, જો પિતરાઈ કે સાસરિયાના દસ્તાવેજો ન હોય તો વૈકલ્પિક ઓળખ પુરાવા અને સ્થાનિક તપાસ આધારરૂપ બને છે. ચકાસણી પૂર્ણ થયા બાદ BLO SIR પ્રક્રિયા પૂર્ણ કરે છે.
સરળ ભાષામાં સમજીએ તો પ્રેમ લગ્ન કરેલા હોય, ઘરેથી ભાગીને અન્યત્ર રહેતા હોય અથવા પિતા–પરિવાર સાથે સંબંધ ન હોય-દરેક વ્યક્તિ પોતાનો SIR પૂર્ણ કરાવી શકે છે, જો તે પાસે સાચા અને પૂરતા દસ્તાવેજો હોય. BLO દ્વારા ચકાસણી બાદ તમામ વ્યક્તિઓને મતદાર યાદીમાં નિયમિત રીતે સામેલ કરવામાં આવે છે. જો તમે પણ SIR પ્રક્રિયામાં છો તો ખાતરી કરો કે તમારા દસ્તાવેજો સંપૂર્ણ અને સચોટ છે, જેથી તમારી અરજી ઝડપથી સ્વીકારાય.

આ પણ વાંચો : 10-20 નહીં, ગુજરાતમાંથી 53 લાખ મતદારોના નામ કપાશે? સાડા 3 લાખ તો ખાલી રિપીટ
Disclaimer : નોંધનીય છે કે, આ સમગ્ર વિગતો એ મીડિયા અહેવાલોને આધારે છે. આ સાથે સરકાર કે ચૂંટણીપંચ આ મામલે નિયમો મુજબની કાર્યવાહી કરી શકે છે. આ તમામ વિગતોની VTV DIGITAL પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.