બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેની ભરતી પરીક્ષામાં ફેરફાર, હવેથી એક્ઝામ કંઇક આ રીતે યોજાશે, જાણો

કામની વાત / રેલવેની ભરતી પરીક્ષામાં ફેરફાર, હવેથી એક્ઝામ કંઇક આ રીતે યોજાશે, જાણો

Jinal Chauhan

Last Updated: 01:48 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવેમાં નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે રેલવે મંત્રાલયે નવા નિર્ણયો લીધા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભરતી પ્રક્રિયાની સમીક્ષા દરમિયાન તમામ વિભાગીય પરીક્ષાઓને કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ ટેબલેટ આધારિત ટેસ્ટિંગ (TBT)નો વ્યાપ પણ વધારવાની યોજના છે. આ પગલાથી પરીક્ષાઓ વધુ આધુનિક, સુરક્ષિત અને ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉમેદવારોને પણ ભરતી પ્રક્રિયામાં વધુ સારી અને સરળ સુવિધા મળશે. રેલવેનું લક્ષ્ય ટેક્નોલોજીના ઉપયોગથી ભરતી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનું છે.

તમામ વિભાગીય પરીક્ષાઓ હવે CBT મોડમાં

રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે હવે રેલવેની તમામ વિભાગીય પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે. આ પદ્ધતિથી પરીક્ષાની પારદર્શિતા વધશે અને પરિણામો પણ ઝડપથી જાહેર કરી શકાશે. હાલમાં પણ ઘણી ભરતી પરીક્ષાઓ CBT મોડમાં લેવામાં આવે છે, પરંતુ હવે તેને વધુ વ્યાપક બનાવવામાં આવશે.

TBTનો વ્યાપ વધારવાની તૈયારી

ટેબલેટ આધારિત ટેસ્ટિંગ (TBT)ને વધુ પ્રમાણમાં અમલમાં મૂકવા માટે પણ સૂચના આપવામાં આવી છે. TBTમાં ઉમેદવારો ટેબલેટ પર પરીક્ષા આપે છે, જેના કારણે મોટા કમ્પ્યુટર સેટઅપની જરૂર રહેતી નથી. આ પદ્ધતિથી દૂરના વિસ્તારોમાં પણ સરળતાથી પરીક્ષા કેન્દ્રો શરૂ કરી શકાય છે.

CBT અને TBT વચ્ચે શું તફાવત?

CBTમાં ઉમેદવારો ડેસ્કટોપ કમ્પ્યુટર પર પરીક્ષા આપે છે, જ્યારે TBTમાં ટેબલેટનો ઉપયોગ થાય છે. CBT માટે વધુ ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે, જ્યારે TBT ઓછા ખર્ચે અને ઓછી વ્યવસ્થામાં પણ શક્ય બને છે. બંને પદ્ધતિઓ ડિજિટલ છે પરંતુ TBT વધુ લવચીક માનવામાં આવે છે.

vtv hiring

આ પણ વાંચોઃ ના હોય! પ્રથમવાર નોકરી કરનાર યુવાઓને સરકાર આપશે ₹15,000? જાણો સ્કીમ

રેલવે દ્વારા શરૂ કરાયેલા વાર્ષિક ભરતી કેલેન્ડરને ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેના કારણે ઉમેદવારોને સમયસર ભરતી અને ખાલી જગ્યાઓ અંગે માહિતી મળી રહી છે. ટેક્નોલોજી આધારિત સિસ્ટમના કારણે ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધી રહી છે.

લાખો ઉમેદવારો માટે સરળતા

રેલવે ભરતી પરીક્ષા દેશની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે. લાખો ઉમેદવારો અનેક શહેરો, વિવિધ શિફ્ટ અને 15 ભાષાઓમાં પરીક્ષા યોજાતી હોવાથી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. નવી ડિજિટલ વ્યવસ્થાથી પરીક્ષાનું સંચાલન વધુ સરળ અને અસરકારક બનવાની આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Recruitment TBT Exam CBT Exam,
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ