બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ મુસ્લિમ દેશોમાંથી આવે છે ભારતમાં સૌથી વધુ રૂપિયા, RBIની રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

રિપોર્ટ / આ મુસ્લિમ દેશોમાંથી આવે છે ભારતમાં સૌથી વધુ રૂપિયા, RBIની રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Last Updated: 02:25 PM, 2 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વિદેશમાંથી અઢળક નાણું આવતું હોય છે. ગયા વર્ષે વિદેશથી ભારતમાં કેટલું નાણું આવ્યું તેનો રિપોર્ટ RBI એ જાહેર કર્યો છે. જે મુસ્લિમ દેશોમાંથી ભારતમાં સૌથી વધુ નાણાં મોકલવામાં આવ્યા છે તે દેશોના નામ આ રિપોર્ટમાં લખવામાં આવ્યા છે. આ દેશોનું યોગદાન લગભગ 38% રહ્યું છે.. ત્યારે ચાલો જાણીએ કે કયા મુસ્લિમ દેશોમાંથી આવે છે સૌથી વધારે પૈસા.

હજારો અને લાખો ભારતીયો વિદેશમાં રહે છે જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. અહીં ભારતીય લોકો વિદેશથી ભારતમાં તેમના પરિવારોને પૈસા પણ મોકલે છે. આ જ પૈસા અંગે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે ગયા વર્ષે વિદેશથી ભારતમાં કેટલું નાણું આવ્યું. RBIના બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ડેટા વિશ્લેષણ મુજબ વિદેશમાં રહેતા ભારતીયોએ 2024માં ભારતમાં 129.4 બિલિયન ડોલર મોકલ્યા હતા જેમાં ફક્ત ડિસેમ્બર ક્વાર્ટરમાં જ 36 બિલિયન ડોલર એટલે કે 3,08,00,93,400 રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

MONEY22

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીની શરૂઆતથી એટલે કે 2020 થી સ્થળાંતરિત સમુદાયના નાણાકીય યોગદાનમાં 63 ટકાનો વધારો થયો છે. વિશ્વ બેંકના બ્લોગ મુજબ કોવિડ-19 ની શરૂઆતથી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં રોજગાર બજારોમાં સુધારો રેમિટન્સનું સૌથી મોટું પ્રેરકબળ રહ્યું છે. આરબીઆઈના અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓની સંખ્યા 1990 માં 6.6 મિલિયનથી વધીને 2024 સુધીમાં 1.85 કરોડ જેટલી અંદાજે થઈ છે.

આ મુસ્લિમ દેશો મોખરે

રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં લગભગ અડધાથી વધુ ભારતીયો ગલ્ફ દેશોમાં રહે છે. જેમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા વર્ષે ભારતમાં આવેલા કુલ વિદેશી રેમિટન્સમાં આ ગલ્ફ દેશોનો હિસ્સો લગભગ 38 ટકા હતો. એટલે કે યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનમાં રહેતા ભારતીયોએ લગભગ 45 અબજ ડોલર એટલે કે 38,50,14,15,00,00 રૂપિયા ભારતમાં મોકલ્યા હતા.

ભારતમાં પૈસા મોકલવાના મામલે ગલ્ફ દેશોમાં સંયુક્ત આરબ અમીરાત ટોચ પર છે. આ દેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં ઘણા પૈસા મોકલ્યા. જો આપણે 2020-21 ની વાત કરીએ તો ભારતમાં મોકલવામાં આવેલા કુલ રેમિટન્સમાં સંયુક્ત આરબ અમીરાતનો હિસ્સો 18 ટકા હતો જે 2023-24 માં વધીને 19.2 ટકા થયો.

આ પણ વાંચો: વકફમાં સુધારાથી મુસ્લિમોને ફાયદો થશે કે નુકસાન? સરકારી દાવાઓથી લઈને વિપક્ષની દલિલો સુધી, જાણો બધુ

ભારતીયો શેમાં કામ કરે છે?

આ ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો બાંધકામ (કન્સ્ટ્રક્શન), (હેલ્થ સેક્ટર) આરોગ્યસંભાળ, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પરિવહન અને હોસ્પિટાલિટી વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. અહીં રહેતા ભારતીયોમાં કેટલાક કડિયાકામનું કામ કરે છે, કેટલાક સુથાર છે અને કેટલાક પાઇપફિટર છે. આ ઉપરાંત અહીં ભારતીય ડોક્ટરો, નર્સો, એન્જિનિયરો અને આઇટી પ્રોફેશનલ્સ પણ રહે છે. અહેવાલો અનુસાર ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોની સંખ્યા લાખોમાં છે અને આ જ કારણ છે કે અહીંથી સૌથી વધુ પૈસા ભારતમાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National RBI Gulf Countries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ