ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારત ઝૂકેગા નહીં! અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલે કરી સ્પષ્ટતા

નિવેદન / ભારત ઝૂકેગા નહીં! અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલે કરી સ્પષ્ટતા

Published By: Priykant Shrimali

Last Updated: 07:24 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Piyush Goyal : ભારત દબાણ હેઠળ સમાધાન કરશે નહીં : વેપાર સોદા પર પીયૂષ ગોયલનું સ્પષ્ટ નિવેદન "રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ-નવા બજારોની શોધ ચાલુ" જાણો બીજું શું-શું કહ્યું ?

ADVERTISEMENT

Piyush Goyal : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, ભારત કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ વેપાર કરાર નહીં કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત ઉતાવળમાં કે સમયમર્યાદાના દબાણમાં આવીને કોઈપણ વેપાર સોદો નથી કરતું, પરંતુ દરેક કરારને રાષ્ટ્રીય હિતના આધારે જ અંજામ આપે છે. બર્લિનમાં યોજાયેલા “બર્લિન સંવાદ” દરમિયાન પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત હાલમાં યુરોપિયન યુનિયન (EU) તથા યુનાઇટેડ સ્ટેટ્સ (US) સહિત અનેક દેશો અને જૂથો સાથે સક્રિય રીતે વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યું છે.

કોઈ દબાણ હેઠળ નિર્ણય નહીં: પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલે સ્પષ્ટ રીતે કહ્યું કે, અમે યુરોપિયન યુનિયન સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તેમજ અમેરિકા સાથે પણ વાતચીત ચાલુ છે. પરંતુ ભારત ક્યારેય ઉતાવળમાં અથવા કોઈ દબાણ હેઠળ કરાર નથી કરતું. અમે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીએ છીએ.

નવા બજારોની શોધ ચાલુ : પીયૂષ ગોયલ

આ સાથે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં લાગુ કરવામાં આવેલા ઉચ્ચ ટેરિફ્સને ધ્યાનમાં રાખીને નવા વૈશ્વિક બજારો શોધી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ વેપાર કરાર માત્ર હાલની પરિસ્થિતિ માટે નહીં, પરંતુ લાંબા ગાળાના આર્થિક હિત માટે હોવો જોઈએ.

રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ : પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલે વધુમાં ઉમેર્યું કે, ભારત ક્યારેય રાષ્ટ્રીય હિત સિવાય અન્ય કોઈ આધાર પર નિર્ણય લેતું નથી. જો કોઈ કહે કે આપણે યુરોપિયન યુનિયન કે કેન્યા સાથે કામ ન કરવું જોઈએ, તો તે સ્વીકાર્ય નથી. ભારત પોતાના હિતને પ્રાથમિકતા આપે છે.

રશિયન તેલ ખરીદી મુદ્દે સ્પષ્ટતા કરતાં શું કહ્યું ?

આ સાથે પીયૂષ ગોયલે યુએસ તરફથી રશિયા પાસેથી તેલ ખરીદીને બંધ કરવા માટે ભારત પર દબાણ લાદવાની ચર્ચાઓ વચ્ચે કહ્યું કે, કોઈપણ ઉત્પાદન ખરીદવાનો નિર્ણય ભારતના વૈશ્વિક હિત અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. અમેરિકન દાવા મુજબ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, તેવા અહેવાલોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો : 'જો 100 શહાબુદ્દીન આવે તો પણ કોઈનો વાળ વાંકો ન કરી શકે...' સિવાનમાં બોલ્યા અમિત શાહ

ભારતીય અર્થતંત્ર અંગે વાત કરતાં પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા હવે લગભગ $4 ટ્રિલિયન સુધી પહોંચી છે. ખરીદ શક્તિ સમાનતાના ધોરણે જોવામાં આવે, તો ભારતની અર્થવ્યવસ્થા $15 ટ્રિલિયનથી પણ વધુ છે. તેમણે ઉમેર્યું કે, દેશના લોકોમાં વધતા પગાર, સારા જીવનમાપદંડ અને ગુણવત્તાયુક્ત જીવનની ઇચ્છાઓ ભારતના વિકાસના ઈંધણ સમાન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Piyush Goyal America trade agreement

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ