બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદી અને બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર વચ્ચે વેપાર કરાર, UK યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે

મુંબઈ / PM મોદી અને બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર વચ્ચે વેપાર કરાર, UK યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે

Vidhata Gothi

Last Updated: 02:05 PM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi-Keir Starmer Meeting: બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે ગુરુવારે 9 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ સ્ટાર્મર સાથે ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ભારતની બે દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. અહીં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે વ્યાપક વાટાઘાટો કરી. ચર્ચાઓ દરમિયાન મુખ્યત્વે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

ભારત-યુકે વચ્ચે ખાસ કરાર પર હસ્તાક્ષર

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "ભારત-યુકે આર્થિક ભાગીદારી એક નવા તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે! સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિ (JETCO)ને નવેસરથી સ્થાપિત કરવા માટે સંદર્ભની શરતો પર હસ્તાક્ષર થવાની જાહેરાત કરતા ઘણો આનંદ થઈ રહ્યો છે."

વડાપ્રધાન મોદીએ મુંબઈમાં બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "આજની બેઠકમાં અમે યૂક્રેન અને ગાઝા અંગે પણ ચર્ચા કરી. ભારત શાંતિ ઇચ્છે છે. વૈશ્વિક અસ્થિરતાના આ સમયમાં ભારત-યુકે સંબંધો મજબૂત છે." વડાપ્રધાન મોદીએ કહ્યું, "વડાપ્રધાન કીર સ્ટાર્મરની પહેલી ભારત યાત્રા પર આજે મુંબઈમાં તેમનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં, ભારત-યુકે સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વર્ષે જુલાઈમાં યુકેની મારી મુલાકાત દરમિયાન, અમે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કરાર પર સંમતિ સાધી હતી."

વડાપ્રધાન મોદીએ કહ્યું, "ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે. અમારા સંબંધોના પાયામાં લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સાહિયારો વિશ્વાસ છે. વૈશ્વિક અસ્થિરતાના આ સમયમાં, ભારત અને યુકે વચ્ચે વધતી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ બનેલી છે."

vtv app promotion

વડાપ્રધાન મોદીએ યૂક્રેનનો ઉલ્લેખ કેમ કર્યો?

વડાપ્રધાન મોદીએ કહ્યું, "અમે ઇન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા અને યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પણ વિચારો શેર કર્યા. યૂક્રેન સંઘર્ષ અને ગાઝાના મુદ્દે ભારત સંવાદ અને ડિપ્લોમસી દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ." વડાપ્રધાન મોદીએ કહ્યું, "અમે મહત્ત્વપૂર્ણ ખનિજો પર સહયોગ માટે ઇન્ડસ્ટ્રી ગિલ્ડ અને સપ્લાય ચેઈન ઓબ્ઝર્વેટરી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેનું સેટેલાઇટ કેમ્પસ ISM ધનબાદ ખાતે હશે."

આ પણ વાંચો: Coldrif Cough Syrup ના કેસમાં મોટી કાર્યવાહી, કફ સિરપ બનાવતી કંપનીના ડિરેક્ટરની ધરપકડ

બ્રિટનની 9 યુનિવર્સિટીઓ ભારતમાં ખોલશે કેમ્પસ

વડાપ્રધાન મોદીએ કહ્યું, "વડાપ્રધાન સ્ટાર્મર સાથે શિક્ષણ ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી પ્રતિનિધિમંડળ આવ્યું છે. આ ખૂબ આનંદની વાત છે કે હવે યુકેની 9 યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી રહી છે. સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના ગુરુગ્રામ કેમ્પસનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું છે અને વિદ્યાર્થીઓનો પ્રથમ સમૂહ એડમિશન લઈ ચૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-UK Trade Deal PM Modi PM Modi-Keir Starmer Meeting
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ