ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા PM બન્યાં, 8931 દિવસ પૂરા કર્યાં, મોટી સિદ્ધિ મેળવી

રેકોર્ડ / નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા PM બન્યાં, 8931 દિવસ પૂરા કર્યાં, મોટી સિદ્ધિ મેળવી

Published By: Priyankka Triveddi

Last Updated: 03:27 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. તેઓ સૌથી લાંબો સરકાર ચલાવનાર નેતા બન્યા છે અને તેમણે એક મુખ્યમંત્રીનો રેકોર્ડ પણ તોડ્યો છે.

ADVERTISEMENT

Narendra Modi Record: ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન નોંધાયો છે. જેમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ લાંબા સમય સુધી સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો લાંબા કાર્યકાળનો રેકોર્ડ પાછળ મૂક્યો છે.

સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે નવી સિદ્ધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે સરકારના વડા તરીકે કુલ 8931 દિવસ પૂર્ણ કરીને દેશના રાજકીય ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. આ સાથે તેમણે પવન કુમાર ચામલિંગનો 8930 દિવસનો લાંબા કાર્યકાળનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ ભારતીય લોકશાહી માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સતત જનસમર્થન અને મજબૂત નેતૃત્વના કારણે તેઓ લાંબા સમય સુધી સત્તા પર યથાવત રહેવામાં સફળ રહ્યા છે.

ગુજરાતથી શરૂ થયેલી રાજકીય સફર

નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા 7 ઓક્ટોબર 2001ના રોજ શરૂ થઈ હતી. જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2001થી 2014 સુધી તેમણે સતત રાજ્યની કમાન સંભાળી અને વિકાસના અનેક માપદંડો સ્થાપિત કર્યા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં અનેક ચૂંટણીઓ યોજાઈ. પરંતુ તેઓ હંમેશા જનસમર્થન મેળવીને જીત્યા. ત્યારબાદ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા અને 2019 તથા 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવીને સત્તા પર યથાવત રહ્યા.

naMo

પડકારો વચ્ચે ઘડાયેલું મજબૂત નેતૃત્વ

પીએમ મોદીએ પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી આફતો સાથે રાજકીય અસ્થિરતા પણ મોટી સમસ્યા હતી. આ સંજોગોએ તેમને વધુ મજબૂત અને દૃઢ બનાવ્યા. તેમણે પોતાના જીવનના મૂલ્યો અંગે વાત કરતાં જણાવ્યું કે તેમની માતાએ આપેલી શીખ 'ગરીબોની સેવા કરવી અને ક્યારેય લાંચ ન લેવી' તેમના માટે માર્ગદર્શક સિદ્ધાંત બની રહી છે.

આ પણ વાંચો: 'છોકરી સાથે દોસ્તી જબરજસ્તીથી સંબંધ બનાવાનું લાઈસન્સ નહીં', HCનો મોટો ચુકાદો

વિકાસના દાવા અને નેતાઓના અભિનંદન

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં મોદીએ દેશના વિકાસ અંગે અનેક દાવા કર્યા છે. તેમના અનુસાર છેલ્લા 11 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીરેખાથી બહાર આવ્યા છે. જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારત આજે વૈશ્વિક સ્તરે મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે. તેમણે નારી શક્તિ, યુવા શક્તિ અને ખેડૂતોના સશક્તિકરણને વિકસિત ભારત માટે અગત્યનું ગણાવ્યું છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ અભિનંદન પાઠવતા કહ્યું કે આ નવા ભારતના નિર્માણની પાયાની ઈંટ છે, જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહએ આ ઉપલબ્ધિને “નેશન ફર્સ્ટ”ની વિચારધારા અને પ્રામાણિકતાનું પ્રતીક ગણાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Rrecord

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ