બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કર્મચારી 'ચૂડેલને ઘરમાંથી ઓફિસ'માં લાવ્યાં, બોસના પગ નીચેથી ખસી ગઈ જમીન, રસ પડે તેવું બન્યું
Last Updated: 12:31 PM, 6 May 2025
ઓફિસમાંથી રજા લેવા માટે કર્મચારીઓ જાતજાતના બહાના શોધી કાઢતાં હોય છે પરંતુ એક જણાંએ તો રજા લેવાનું જે કારણ આપ્યું તે જોઈને બોસ પણ ચોંકી ગયાં કે આવું બનતું હશે. તમિલનાડુના ચેન્નઈમાં 1 મહિનાની લાંબી રજા લેવા માટે એક કર્મચારીએ તેના બોસે પાસે એવું કારણ ધર્યું કે તેની પત્નીને ચૂડેલ વળગી છે અને તે સડસડાટ તમિલમાં બોલે છે તેનો દાવો છે કે પત્નીને તમિલ જરા પણ આવડતી નહોતી પરંતુ ચૂડેલ વળગ્યાં પછી જ તે આવું કરી રહી છે.
ADVERTISEMENT
Folks, something spooky just happened.
— Narayanan Hariharan (@narayananh) May 5, 2025
My regular car cleaner is going on a month long break. Said there’s an emergency, and he has to return to Nepal.
I offered to help with some money for the trip, but what he said next gave me chills.
He said:
“Mere wife ko chudail ne pakad…
ગામમાં નહીં લઉ જઉં તો પત્ની મરી જશે
ADVERTISEMENT
હકીકતમાં બોસ જાણતાં હતા કે કર્મચારીની પત્નીને હાર્ટની બીમારી છે પરંતુ પતિએ બોસને ભારપૂર્વક કહ્યું કે આ ફક્ત તબીબી સમસ્યા નથી. તે માનતો હતો કે કંઈક અલૌકિક રમત રમી રહ્યું છે. તેણે આગળ જે ખુલાસો કર્યો તે પરિસ્થિતિને વધુ વિચિત્ર બનાવનાર હતો. છેલ્લા 6 મહિનામાં, તેણીએ અસ્ખલિત તમિલ બોલવાનું શરૂ કર્યું છે. થોડા શબ્દો નહીં. આખા વાક્યો. શખ્સે કહ્યું કે હું પત્નીને હોસ્પિટલ પણ લઈ ગયો હતો પરંતુ ડોકટરો પણ તેનો ઈલાજ ન કરી શક્યા આખરે હું પત્નીને નજીકની મસ્જિદમાં લઈ ગયો અને મોલવીઓએ ધાર્મિક વિધિ કરી હતી તેમ છતાં પણ કોઈ મદદ ન મળી અને હવે મને મોલવીએ કહ્યું તારે તારી પત્નીની જીવતી રાખવી હોય તો તારા મૂળ ઘેર લઈ જા અને એટલે મહિનાની રજા જોઈએ છે.
ADVERTISEMENT
બોસે શું કર્યું
બોસને આ કેસમાં અંધશ્રદ્ધા લાગી એટલે ચૂડેલની વાતે તો રજા ન આપી પરંતુ મેડિકલ કન્ડીશનને આધારે રજા પાસ કરી દીધી જોકે તેને માટે ડોક્ટરનુ સર્ટિફિકેટ લાવવાની પણ વાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.