બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / સુહાગરાત પર દુલ્હને તમામ હદો પાર કરી નાખી, વરરાજા સાથે એવો કાંડ કર્યો કે, સાંભળીને પરસેવો છૂટી જશે!

ભારે કરી / સુહાગરાત પર દુલ્હને તમામ હદો પાર કરી નાખી, વરરાજા સાથે એવો કાંડ કર્યો કે, સાંભળીને પરસેવો છૂટી જશે!

Priyankka Triveddi

Last Updated: 01:16 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના રાજગઢમાં લગ્નની રાતે એક દુલ્હને તેના વરરાજાને એવું સરપ્રાઇઝ આપ્યું કે વરરાજા અને તેનો પરિવાર પણ દંગ રહી ગયો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

Luteri Dulhan: મધ્યપ્રદેશના રાજગઢમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાના પરસેવા છોડાવી દીધા હતા. નોર્મલ માણસની જેમ એક વ્યક્તિના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા. પરંતુ સુહાગરાત પહેલા કન્યાએ વરરાજાને એવું સરપ્રાઈઝ આપ્યું કે વરરાજા સ્તબ્ધ થઈ ગયો. સરપ્રાઈઝ મળ્યા પછી વરરાજા તેના પિતા પાસે દોડી ગયો અને કહ્યું કે

પિતાજી, હું લૂંટાઈ ગયો છું.

શું છે સમગ્ર મામલો

વાત મધ્યપ્રદેશના રાજગઢના બાંકપુરાની છે. રામ ગોપાલ નામના વ્યક્તિના ઘણા વર્ષોથી લગ્ન થતાં ન હતા અને આ વાતને લીધે તેના પરિવારજનો ઘણા પરેશાન હતા. એવામાં એક દિવસ તેમની મુલાકાત ગોકુલ વર્મા નામના ગામમાં નવા આવેલા પુરુષ સાથે થાય છે. અને આ ગોકુલ રામગોપાલના પિતાને એક છોકરીનો ફોટો બતાવે છે. જે ફોટો જોયા પછી પરિવારને છોકરી પસંદ આવે છે. અને લગન માટે વાત આગળ ચાલે છે.

લગ્ન માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી

આ લગ્ન માટે હરીશ, કન્યાના પિતાએ લગ્ન માટે બે લાખ રૂપિયાની માંગણી કરી. રામ ગોપાલના પિતાએ કોઈક રીતે પોતાના ઘરેણાં વેચીને બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. આ પછી ગોકુલ અને જમનાલાલે લગ્નની તારીખ નક્કી કરી. લગ્ન સમારોહ બેવરના અંજની લાલ મંદિરમાં નક્કી કરવામાં આવ્યો.

Bride-Honeymoon

લગ્ન મંદિરમાં તો થયા, પછી..

23 એપ્રિલના રોજ કન્યા દિવ્યા ભગનાની અને રામ ગોપાલ હરીશ સાથે મંદિર પહોંચ્યા. કોર્ટમાં લગ્નની ઔપચારિકતાઓ પુરી કર્યા પછી, મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. માળા બદલવામાં આવી, સાત ફેરા લેવામાં આવ્યા અને બધી વિધિઓ પૂર્ણ કરવામાં આવી. આ દરમિયાન, રામ ગોપાલના પિતાએ ગોકુલ અને જમનાલાલને બે લાખ રૂપિયા આપ્યા.

dulhan-new-logo

વિદાયનો સમય

વિદાયનો સમય આવતા જ ગોકુલ અને જમનાલાલે કહ્યું કે કન્યાને બાથરૂમમાં લઈ જવી પડશે. વરરાજાના પરિવાર વિદાયની તૈયારીમાં વ્યસ્ત હતા. બીજી બાજુ કન્યા, ગોકુલ અને જમનાલાલ ત્યાંથી ભાગી ગયા. થોડી રાહ જોયા પછી, જ્યારે કન્યા પાછી ન આવી, ત્યારે પરિવારને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં ખબર પડી કે કન્યા લૂંટારી દુલ્હન હોવાનું બહાર આવ્યું.

વધુ વાંચો: હવે ભક્તો કરી શકશે રામ દરબારના દર્શન, જાણો સમય

vtv app promotion

રામ ગોપાલે તેમના પરિવાર સાથે તાત્કાલિક બ્યાવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે લુટેરી દુલ્હન, ગોકુલ વર્મા અને જમનાલાલ વર્મા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો. પોલીસે જણાવ્યું કે ત્રણેયને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhyapradesh News Dulha Dulhan Viral News Luteri Dulhan
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ