બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્માર્ટ નંબર પ્લેટ, ઈ રજીસ્ટ્રેશન, FASTag પાસ બાદ કાર ચાલકો માટે નવી મુસીબત બન્યું KYV, જાણો નિયમ

જાણવા જેવું / સ્માર્ટ નંબર પ્લેટ, ઈ રજીસ્ટ્રેશન, FASTag પાસ બાદ કાર ચાલકો માટે નવી મુસીબત બન્યું KYV, જાણો નિયમ

Priyankka Triveddi

Last Updated: 02:45 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KYV For FASTag Users Know Your Vehicle સુરક્ષાના નામ પર સુવિધા કે સરદર્દ? સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું કે " આ સુવિધા નહીં સજા છે."

KYV For FASTag Users: ડિજિટલ ક્રાંતિને વેગ આપવા માટે તેને Ease of Living તરીકે ઓળખાવમાં આવે છે. ત્યારે વાહન માલિકો હવે પોતાને એક નવી મૂંઝવણમાં ફસાઈ રહ્યા છે. જ્યારે વાહન ચાલકોને લાગ્યું કે તેઓ બધી ઔપચારિકતાઓ, સ્માર્ટ નંબર પ્લેટો ઇન્સ્ટોલ કરવા, ઈ-રજીસ્ટ્રેશન કરાવવા, વાર્ષિક FASTag પાસ મેળવવાથી મુક્ત થઈ ગયા છે. ત્યારે એક નવી સમસ્યા ઊભી થઈ છે. હવે તેમને "Know Your Vehicle નામની નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ઓગસ્ટ 2024 માં શાંતિથી લાગુ કરાયેલી આ પ્રક્રિયા હવે કડક રીતે લાગુ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને FASTag વપરાશકર્તાઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. સરકારે હવે વાહનો માટે 'KYV' પ્રક્રિયા ફરજિયાત બનાવી દીધી છે. તો ચાલો આ Know-Your-Vehicle (KYY) નિયમ અને તેની પ્રક્રિયા વિશે જાણીએ.

Fastag (1)

KYV શું છે અને તેને શા માટે જરૂરી છે?

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરાયેલી આ પ્રક્રિયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત, બધા FASTag યુઝરે તેમના વાહનના સ્પષ્ટ ફોટોગ્રાફ્સ અને નોંધણી પ્રમાણપત્ર (RC) ની ડિજિટલ નકલ અપલોડ કરવાની રહેશે જેથી ખાતરી કરી શકાય કે FASTag ખરેખર તે વાહન સાથે જોડાયેલ છે જેના નામે તે જારી કરવામાં આવ્યું છે.

સરકાર કહે છે કે તેમનો ધ્યેય ટેગ્સના છેતરપિંડી અને દુરુપયોગને રોકવાનો છે. એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં લોકો અલગ અલગ વાહનો માટે એક જ ટેગનો ઉપયોગ કરે છે અથવા ખોટી વિગતોનો ઉપયોગ કરીને FASTags મેળવે છે. KYV હવે આવી ગેરરીતિઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Fastag (2)

દર 3 વર્ષે ફરીથી ચકાસણી ફરજિયાત

જો કે આ ખાલી એક વારનું નથી, જેમ બેન્કમાં KYC વારંવાર કરાવવું પડે છે. એમ આ પણ એક વખતની પ્રક્રિયા નથી. વાહન માલિકોએ NHAI ડેટાબેઝને અપ-ટુ-ડેટ રાખવા માટે દર ત્રણ વર્ષે તેમના KYV ને ફરીથી ચકાસવાની જરૂર પડશે. આનો અર્થ એ છે કે દર ત્રણ વર્ષે ફરીથી તે જ ફોટો લેવો તેને અપલોડ કરવો અને મંજૂરીની રાહ જોવી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ઓક્ટોબર 2024 ના પરિપત્ર મુજબ દર ત્રણ વર્ષે ફરીથી KYV ચકાસણી ફરજિયાત રહેશે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે FASTag જારી કરવામાં આવે છે ત્યારે વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબર પહેલાથી જ VAHAN ડેટાબેઝ સામે ચકાસાયેલ હોય છે. તો પછી મુખત પ્રશ્ન એ થાય છે કે જો બધી માહિતી પહેલાથી જ ચકાસાયેલ હોય, તો પછી આ નવો KYV નિયમ શા માટે?

NPCI માર્ગદર્શિકા અનુસાર આનો હેતુ "એક વાહન, એક ટેગ (OVOT)" યોજનાને મજબૂત બનાવવા અને ડુપ્લિકેટ અથવા નકલી FASTags ને દૂર કરવાનો છે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા FASTag ને નિષ્ક્રિય કરી શકે છે, જેના કારણે ટોલ ચૂકવણી અશક્ય બની શકે છે.

Fastag

આ KYV કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ FASTagની પ્રોવાઇડર બેંકની મોબાઇલ એપ્લિકેશન પર જાઓ.
  • આ પ્રક્રિયામાં, વાહન માલિકોએ તેમના વાહનના સ્પષ્ટ, સારી રીતે પ્રકાશિત ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે.
  • આગળથી, જેથી નંબર પ્લેટ અને FASTag સ્પષ્ટ દેખાય.
  • બાજુથી, જેથી વાહનનો આખો ભાગ દેખાય.
  • આ ઉપરાંત, અંદરથી લેવામાં આવેલ FASTag નો ફોટો જેમાં તેનો સીરીયલ નંબર સ્પષ્ટ દેખાય છે.RCની આગળ અને પાછળની ડિજિટલ નકલ અપલોડ કરો.

વધુ વાંચો: સેનામાં ભરતીનો મોકો ચુકતા નહીં, એડમિટ કાર્ડ જાહેર, 4 ગ્રુપમાં દોડ માટે આ ડોક્યુમેન્ટ જરૂરી

vtv app promotion

FASTag યુઝર માટે હવે નવું નિયમ લાગુ કરવામાં આવ્યું છે, જેમાં વાહનના નોંધણી પ્રમાણપત્ર (RC) ની ડિજિટલ નકલો ફક્ત DigiLocker અથવા mParivahan એપ્લિકેશન પરથી જ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. કોઈપણ સ્ક્રીનશોટ, PDF, કે સંપાદિત નકલો સ્વીકારવામાં આવશે નહીં. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) મુજબ આ પગલું સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે લેવામાં આવ્યું છે જેથી ફેક દસ્તાવેજો અને છેતરપિંડી રોકી શકાય. પરંતુ સામાન્ય વાહનચાલકો માટે આ નિયમ નવો ડિજિટલ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝરોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે — કોઈએ તેને “ડિજિટલ પજવણી” ગણાવી છે, તો કોઈએ કહ્યું છે કે “આ સુવિધા નહીં, સજા છે.” લોકોનું કહેવું છે કે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન અથવા ઈન્ટરનેટ સુવિધા નથી. જેના કારણે આ પ્રક્રિયા સામાન્ય લોકો માટે વધુ મુશ્કેલ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mParivahan KYV For FASTag Users Digital India
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ