બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સેનામાં ભરતીનો મોકો ચુકતા નહીં, એડમિટ કાર્ડ જાહેર, 4 ગ્રુપમાં દોડ માટે આ ડોક્યુમેન્ટ જરૂરી
Last Updated: 01:18 PM, 29 October 2025
Agniveer Bharti Rally Admit Card 2025: Indian Army ભારતીય સેના અગ્નિવીર ભરતી રેલી 2025 માટેના એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જવું પડશે. જો કે આ વખતે ખાસ મહત્ત્વની વાત એ છે કે આ વખતે, શારીરિક કસોટી દરમિયાન દોડ અને પુલ-અપ્સને ચાર કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભારતીય સેના અગ્નિવીર ભરતી રેલીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભરતી રેલી 8 નવેમ્બરથી 21 નવેમ્બર 2025 દરમિયાન વારાણસી કેન્ટોનમેન્ટના રણબંકુર ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક પરીક્ષણો અને અન્ય પ્રક્રિયાઓમાં ભાગ લેશે. કેન્ટોનમેન્ટના ભરતી કાર્યાલયના ડિરેક્ટર કર્નલ શૈલેષ કુમારે જણાવ્યું હતું કે આ રેલી માટેના પ્રવેશ કાર્ડ ઉમેદવારોના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવ્યા છે. પ્રવેશ કાર્ડ 27 ઓક્ટોબરથી ઑનલાઇન પણ ઉપલબ્ધ થશે. જો તેમને ઇમેઇલ દ્વારા તેમનું પ્રવેશ કાર્ડ ન મળે, તો તેઓ ઓફિશિયલ વેબસાઇટ - www.joinindianarmy.nic.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે.

ADVERTISEMENT
જો કે આ સાથે એ વાતની પણ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો પ્રવેશપત્ર ઓનલાઈન પ્રાપ્ત ન થાય તો ઉમેદવારોએ 31 ઓક્ટોબર સુધીમાં આર્મી ભરતી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. પ્રવેશપત્રની ફક્ત રંગીન પ્રિન્ટ (color copy) માન્ય રહેશે. અને ઉમેદવારોએ તેમની નિર્ધારિત તારીખે 2:30 વાગ્યે ભરતી સ્થળ પર પહોંચવું પડશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવો પડશે.
ADVERTISEMENT
જે યુવાઓ આ રેલીમાં હજાર રહેવાના છે તેમણે રેલીમાં હાજરી આપતી વખતે તેમનું પ્રવેશપત્ર, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, જાતિ અને ધર્મનું પ્રમાણપત્ર, પોલીસ અને શાળાનું ચારિત્ર્ય પ્રમાણપત્ર, ગામડાના વડા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર, અપરિણીત પ્રમાણપત્ર, પિતા સાથેના સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર અને PAN અને આધાર કાર્ડની નકલો સાથે લાવવાના રહેશે. વધુમાં, આ દરેક દસ્તાવેજોની ત્રણ ચકાસણી નકલો સબમિટ કરવાની રહેશે. જે ઉમેદવારો પાસે NCC અથવા રમતગમતના પ્રમાણપત્રો છે તેમણે પણ તે તેમની સાથે લાવવાના રહેશે. કોઈપણ માહિતી માટે, ઉમેદવારો કામકાજના દિવસોમાં ભરતી કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વખતે શારીરિક કસોટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અગ્નિવીર ભરતી માટે ૧૬૦૦ મીટર દોડ માટેનો સમય મર્યાદા અગાઉના ૫ મિનિટ ૪૫ સેકન્ડની સરખામણીમાં વધારીને ૬ મિનિટ ૧૫ સેકન્ડ કરવામાં આવી છે. દોડને ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે, અને તે મુજબ ગુણ આપવામાં આવશે.
ADVERTISEMENT

આર્મી રિક્રુટિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર આ ફેરફારોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ટેકનિશિયન, ટ્રેડ અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા પદો માટે લાયક ઉમેદવારોને ફક્ત લાયકાતના સમયના અભાવે પસંદગી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં ન આવે. સમગ્ર ભરતી પ્રણાલીને સુધારવા અને તેને વધુ પારદર્શક બનાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી વધુ સક્ષમ યુવાનો ભારતીય સેનામાં જોડાઈ શકે અને દેશની સેવા કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.