બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આંખો ફાટી ગઈ! હાર્ટએટેકથી મોત પછી ફિમેલ ડોક્ટરના મોબાઈલમાં આવવા લાગ્યા મેસેજ, ડરામણું બન્યું
Last Updated: 09:41 AM, 20 September 2025
ખોટા ફોન-મેસેજ કરીને પૈસા પડાવાના ખેલે માઝા મૂકી છે. દરરોજ સેંકડો લોકો આ દૂષણ જેને ડિજિટલ અરેસ્ટ કહેવાય છે, તેનો ભોગ બનતાં હોય છે હવે આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પરંતુ તેમાં સૌથી ડરામણી વાત તો એ હતી કે તે ડિજિટલ અરેસ્ટેથી પ્રેશર આવતાં હાર્ટએટેકથી મોત બાદ એક મહિલાના મોબાઈલમાં મેસેજ આવવા રહ્યાં હતા. જાણીએ શું છે આખો કિસ્સો.
ADVERTISEMENT
ફિમેલ ડોક્ટરને ખોટા કેસમાં ફસાવી
હૈદરાબાદમાં એક 76 વર્ષીય મહિલા ડૉક્ટર સંગઠિત સાયબર છેતરપિંડી, નકલ, બનાવટી, ધાકધમકી અને ગેરવસૂલીનો ભોગ બની હતી, જેના કારણે અંતે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ મહિલા ડોક્ટરને બેંગ્લુરુ પોલીસનો લોગો દર્શાવતો એક વોટ્સએપ કોલ મળ્યો. ઠગબાજોએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહિલા ડોક્ટરને ખોટી રીતે "સદાત ખાન માનવ તસ્કરી કેસમાં" ફસાવી હતી. પછી 3 દિવસ સુધી બે નંબરો પરથી વીડિયો કોલ કરીને તેને પરેશાન કરી હતી. ઠગબાજોએ સુપ્રીમ કોર્ટ, કર્ણાટક પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કથિત રીતે બનાવટી દસ્તાવેજો બતાવ્યા હતા, અને કાલ્પનિક રાષ્ટ્રીય ગુપ્ત અધિનિયમ, 1923 હેઠળ કાર્યવાહીની ધમકી આપી હતી.
ADVERTISEMENT
મહિલાએ ઠગબાજોને આપ્યાં 6.60 લાખ
દબાણ હેઠળ, પીડિતાએ તેના બેંક પેન્શન ખાતામાંથી 6.60 લાખ રૂપિયાથી વધુ રકમ છેતરપિંડી કરનારાઓને ટ્રાન્સફર કરી. આટલા પૈસા આપ્યાં બાદ પણ મહિલાને વધુ બનાવટી નોટિસો અને ધાકધમકી આપીને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું. 8 સપ્ટેમ્બરના રોજ, તણાવ સહન ન કરી શકવાને કારણે, મહિલા ડૉક્ટરને છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તેમને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
મોત બાદ મહિલાના મોબાઈલમાં આવતાં રહ્યાં મેસેજ
ADVERTISEMENT
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મોત બાદ પણ મહિલાના મોબાઈલમાં મેસેજ અને ફોન આવતાં રહ્યાં હતા જે પછી પોલીસે તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.