ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : દેવીના મંદિરમાં અચાનક એવું બન્યું ડરેલા શ્રદ્ધાળુઓ ભાગ્યાં, એટલામાં 7 લાશ, દર્શને જાવ તો સતર્ક

ગોવા નાસભાગ / VIDEO : દેવીના મંદિરમાં અચાનક એવું બન્યું ડરેલા શ્રદ્ધાળુઓ ભાગ્યાં, એટલામાં 7 લાશ, દર્શને જાવ તો સતર્ક

Last Updated: 11:25 AM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7થી વધુ લોકોનો ભોગ લેનારી ગોવા નાસભાગમાં એવું કારણ સામે આવ્યું છે જે દર્શને જતાં શ્રદ્ધાળુઓની ઊંઘ ઉડાવી શકે છે.

ADVERTISEMENT

ગોવાના શિરગાંવમાં લેરાઈ દેવીના મંદિરમાં મચેલી નાસભાગ પાછળ એક હેરાન કરી મુકતું સત્ય સામે આવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એવું કહ્યું કે મંદિરના શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે અચાનક લાઈટનો કરન્ટ ફેલાયો હોવાનું જાણમાં આવતાં શ્રદ્ધાળુઓ દહેશતમાં આવ્યાં અને તેને કારણે નાસભાગ મચી હોઈ શકે છે.

ધગધગતાં અંગારા પર ચાલવાની પરંપરા

લેરાઈ દેવીમાં ધગધગતાં અંગારા પર ચાલવાની એક ખાસ પરંપરા છે અને હજારો ભક્તો તેમાં ભાગ લે છે. નાસભાગ સમયે પણ આ વિધિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીજા મંદિરો કે વારે તહેવારે પણ ધગધગતાં અંગારા પર ચાલવાની ખાસ વિધિ થતી હોય છે.

કોણ છે લેરાઈ દેવી

લેરાઈ દેવી માતા પાર્વતીનો અવતાર હોવાનું માનવામાં આવે છે, પરંપરા પ્રમાણે તેઓ સાત બહેનોમાંના એક હતા દર વર્ષે મંદિરમાં તેમનો પ્રસંગ ઉજવાય છે અને તેમાં ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી હજારો ભક્તો આવે છે.

7થી વધુના મોત

શિરગાંવમાં લેરાઈ દેવીના પ્રસંગમા મચેલી નાસભાગમાં 7થી વધુ લોકોના મોત થયાં છે અને 50થી વધુ લોકો ઘાયલ થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે ઘાયલોમા હજુ ઘણા ગંભીર છે. આ દરમિયાન પીએમ મોદીએ પણ ગોવાના સીએમ પ્રમોદ સાવંતને ફોન કરીને ઘટનાની જાણકારી લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

goa stampede news goa stampede Shirgao Jatra Stampede
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ