ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીને મળી શકે તારિક રહેમાનનું આમંત્રણ! થઇ શકે શપથવિધિમાં સામેલ

શક્યતા / PM મોદીને મળી શકે તારિક રહેમાનનું આમંત્રણ! થઇ શકે શપથવિધિમાં સામેલ

Published By: Vidhata Gothi

Last Updated: 03:04 PM, 14 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPના પ્રચંડ વિજય બાદ, તારિક રહેમાન વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. એવામાં પાર્ટી PM મોદીને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપી શકે છે.

ADVERTISEMENT

બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં યોજાયેલી ચૂંટણીમાં પ્રચંડ જીત પછી હવે તારિક રહેમાન દેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક પ્રસંગે, BNPએ ભારત સાથેના સંબંધોમાં એક 'નવી શરૂઆત' કરવાનો સંકેત આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની તૈયારી કરી રહી છે.

આ સિવાય BNP તમામ પ્રાદેશિક રાષ્ટ્રપ્રમુખોને પણ આમંત્રણ આપી શકે છે. તારિક રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે સ્પષ્ટતા કરી છે કે બંને દેશોએ તેમની જૂની ધારણાઓ બદલવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, "ભારતે એ સમજવું જોઈએ કે આજના બાંગ્લાદેશમાં શેખ હસીના અને આવામી લીગનું અસ્તિત્વ નથી બચ્યું."

vtv app promotion

BNPએ ભારતને અપીલ કરી છે કે શેખ હસીનાને પોતાની જમીન આશ્રય ન આપે, જેમણે બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. હુમાયુ કબીરના મતે, જો ભારત 'પડોશી પ્રથમ' નીતિ હેઠળ આદરપૂર્વક વર્તે છે, તો બંને દેશો વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: જજો વિરૂદ્ધ પણ ફરિયાદ? એ પણ 8600થી વધુ, લોકસભામાં ખુદ સરકારે કર્યો ખુલાસો

પીએમ મોદી અને તારિક રહેમાન વચ્ચે વાતચીત

ચૂંટણી પરિણામો પછી તરત જ 13 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર વાત કરી અને તેમને તેમની શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. વાતચીત અત્યંત સૌહાર્દપૂર્ણ રહી, જેમાં પીએમ મોદીએ લોકશાહી અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ તારિક રહેમાનને તેમની સુવિધા મુજબ ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarique Rahman PM Modi India Bangladesh Ties

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ