બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જજો વિરૂદ્ધ પણ ફરિયાદ? એ પણ 8600થી વધુ, લોકસભામાં ખુદ સરકારે કર્યો ખુલાસો

જવાબ / જજો વિરૂદ્ધ પણ ફરિયાદ? એ પણ 8600થી વધુ, લોકસભામાં ખુદ સરકારે કર્યો ખુલાસો

Published By: Vidhata Gothi

Last Updated: 11:55 AM, 14 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિને કોર્ટ સામે ફરિયાદ હોય, તો તેણે ક્યાં ફરિયાદ કરવી જોઈએ? લોકસભામાં સરકારે જણાવ્યું કે 2016થી 2025 વચ્ચે વર્તમાન ન્યાયાધીશો સામે કુલ 8,639 ફરિયાદો મળી છે.

લોકસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે શુક્રવારે ન્યાયતંત્ર સાથે જોડાયેલો મહત્ત્વપૂર્ણ ડેટા શેર કર્યો. તેમણે ન્યાયાધીશો સામે મળેલી ફરિયાદોની વિગતો રજૂ કરી. એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું કે 2016થી 2025 દરમિયાન વર્તમાન ન્યાયાધીશો સામે કુલ 8,639 ફરિયાદો મળી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે, વર્ષ 2024માં સૌથી વધુ ફરિયાદો મળી, જ્યારે ન્યાયાધીશો વિરુદ્ધ 1,170 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદોની તપાસ ન્યાયતંત્રની પોતાની આંતરિક સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.

શું કહ્યું કાયદા મંત્રીએ?

મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ મળતી આ ફરિયાદો ન્યાયતંત્ર તેના ઇન-હાઉસ મિકેનિઝમ એટલે કે આંતરિક સિસ્ટમ દ્વારા હાથ ધરે છે. એટલે કે આ કેસોની તપાસ સરકાર દ્વારા નહીં પણ ન્યાયતંત્ર દ્વારા જ હાથ ધરવામાં આવે છે. આ માટે, સુપ્રીમ કોર્ટે મે 1997માં બે મહત્ત્વપૂર્ણ ઠરાવો પસાર કર્યા હતા.

આમાં પહેલો ઠરાવ 'ધ રીસ્ટેટમેન્ટ ઓફ વેલ્યુઝ ઓફ જ્યુડિશિયલ લાઈફ' છે. આ ન્યાયાધીશો માટે ચોક્કસ નૈતિક ધોરણો અને સિદ્ધાંતો નક્કી કરે છે, જેનું પાલન કરવું જરૂરી છે. બીજો પ્રસ્તાવ, 'ઇન-હાઉસ પ્રોસિજર' છે. આ એ ન્યાયાધીશો સામે સુધારાત્મક કાર્યવાહી કરવાની મજૂરી આપે છે, જેઓ નક્કી કરેલા ન્યાયિક મૂલ્યોનું પાલન નથી કરતાં.

Promo New Parul

કોણ સાંભળે છે ફરિયાદો?

નિયમો પ્રમાણે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો સામે ફરિયાદો સાંભળવાની સત્તા ફક્ત ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) પાસે છે. એવી જ રીતે હાઈકોર્ટના ન્યાયાધીશોના વ્યવહાર સામેની ફરિયાદો તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા સાંભળવામાં આવે છે.

આ પણ વાંચો: પુલવામા હુમલાની આજે વરસી, જમ્મુ-કાશ્મીરમાં હાઇ એલર્ટ, સુરક્ષાદળો ખડેપગે તૈનાત

કાયદા મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારના ઓનલાઈન પોર્ટલ, CPGRAMS (સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) કે અન્ય કોઈપણ માધ્યમ દ્વારા જે પણ ફરિયાદો મળે છે, તે સીધી CJI અથવા સંબંધિત કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલી આપવામાં આવે છે. જેઓ આવી ફરિયાદો લેવા માટે સક્ષમ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

complaints against sitting judges Judiciary In-House Mechanism Judges Complaints

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ