બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:59 AM, 14 February 2026
જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલાની તિથી નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે ખાસ કરીને ખીણ વિસ્તાર અને ઊંચા પહાડી વિસ્તારોમાં. સુરક્ષા દળો અચાનક સર્ચ ઓપરેશમ ચલાવી રહ્યા છે અને લઘુમતી વસાહતો તથા પ્રવાસી મજૂરો રહેતા વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિદેશક લેથપોરામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આતંકી હુમલાની શક્યતા ધ્યાનમાં રાખીને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં ડ્રોન દ્વારા દેખરેખ પણ સામેલ છે.
ADVERTISEMENT
પુલવામા આતંકી હુમલોની વરસી નિમિત્તે જમ્મુ અને કાશ્મીરમાં, ખાસ કરીને ખીણ અને પહાડી વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા દળો અચાનક તપાસ કરી રહ્યા છે. અલ્પસંખ્યક લોકો અને બહારથી કામ કરવા આવેલા મજૂરો રહેતા વિસ્તારોમાં વધારાના જવાનો મુકવામાં આવ્યા છે.
શનિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિદેશક લેથપોરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આ કાર્યક્રમ પુલવામામાં યોજાશે, જ્યાં હુમલો થયો હતો.
ADVERTISEMENT

14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મહોમ્મદના એક આતંકીએ શ્રીનગર-જમ્મુ હાઇવે પર CRPFના કાફલા પર કાર બોમ્બથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો જેને બાલાકોટ એરસ્ટ્રાઈક કહેવામાં આવે છે.
ADVERTISEMENT
પુલવામા આતંકી હુમલોની વરસી નજીક આવતાં સુરક્ષા સૂત્રો કહે છે કે આતંકીઓ નિરાશ છે અને 14 ફેબ્રુઆરીએ કોઈ ઘટના કરીને પોતાનું અસ્તિત્વ બતાવવાનો પ્રયાસ કરી શકે છે. સરહદ પાર બેઠેલા તેમના સંચાલકો કાશ્મીરમાં એવી ઘટના કરાવવા ઈચ્છે છે કે જેથી તેમને ફાયદો થાય અને તેમના સાથીઓની હિંમત વધે. તેથી તેઓ નાની ભૂલનો પણ લાભ લેવા પ્રયાસ કરી શકે છે.
ADVERTISEMENT
આ કારણે જમ્મુ અને કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તપાસ અભિયાન ચાલી રહ્યા છે. મહત્વના સરકારી મકાનો, સૈનિક કેમ્પો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ છે. રાજૌરી-પુંછ, શ્રીનગર જતાં માર્ગો અને પહાડી રસ્તાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને ગામડાઓમાં સ્થાનિક સુરક્ષા જૂથોને પણ સક્રિય કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરક્ષામાં ભૂલો બદલ DGCAની એર ઇન્ડિયા પર મોટી કાર્યવાહી, ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ
ADVERTISEMENT
લોકલ સુરક્ષા જૂથોને કહી દેવામાં આવ્યું છે કે પોતાના ગામ પાસે કોઈ શંકાસ્પદ માણસ દેખાય તો તરત જાણ કરી પગલું ભરે.અલ્પસંખ્યક વસાહતો અને જ્યાં બહારથી આવેલા મજૂરો રહે છે એવા વિસ્તારોમાં વધારાના સુરક્ષા જવાનો મૂકવામાં આવ્યા છે.
શ્રીનગર અને પુલવામામાં સુરક્ષા દળોએ અલગ-અલગ જગ્યાએ તપાસ કરી. શ્રીનગરના લાલચૌક વિસ્તારમાં પોલીસ અને Central Reserve Police Force (CRPF)એ મળીને ચેકિંગ કર્યું. હોટેલ અને ગેસ્ટહાઉસ તપાસાયા અને રસ્તે જતા લોકો તથા વાહનોની પણ તપાસ કરવામાં આવી. કિશ્તવાડ, ઉધમપુર, કઠુઆ અને રાજૌરી-પુંછ વિસ્તારમાં પણ આતંકીઓ હોવાની માહિતી મળતાં શોધખોળ ચાલી રહી છે. CRPF મુજબ શનિવારે સવારે લેથપોરામાં તેના મહાનિદેશક શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
સુરક્ષા માટે હવે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર અને સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ સજાગ છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખી રહી છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં પણ નજર રાખવામાં આવે છે, જેથી અફવા અથવા ઉશ્કેરતા સંદેશા ન ફેલાય.પ્રશાસને સામાન્ય લોકોને સાવચેત રહેવા અને સહકાર આપવા અપીલ કરી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના દેખાય તો તરત પોલીસ અથવા નજીકના સુરક્ષા દળને જાણ કરવા કહ્યું છે.
લોકોને વિનંતી કરવામાં આવી છે કે બિનજરૂરી ભીડથી દૂર રહે અને પોતાની ઓળખપત્ર સાથે રાખે. સુરક્ષા એજન્સીઓ કહે છે કે લોકોનો સહકાર રહેશે તો શાંતિ જાળવવામાં સરળતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.