બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'હર હર મહાદેવ'ના નારા સાથે ભક્તોનો બીજો સમૂહ કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાએ માટે રવાના, જાણો રજીસ્ટ્રેશનથી લઈ ખર્ચ સુધીની તમામ વિગતો
Last Updated: 06:36 AM, 3 July 2025
આજથી શરૂ થતી પવિત્ર અમરનાથ યાત્રા માટે ગઇકાલ 2 જુલાઇ બુધવારના રોજથી ભક્તોનો પહેલો સાહૂહ રવાના થયો હતો. ત્યારે આજે ગુરુવારે વહેલી સવારે બીજું જુથ રવાના થયું છે. ઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલા જ પહેલગામમાં આતંકવાદી હુમલો થયાઓ હતો તેમ છતાં પણ લોકોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો થયો નથી. લાખો લોકોએ અમરણથી યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજારો ભક્તો અમરનાથ માટે રવાના થયા છે. ચાલો જાણીએ અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન વિશે.
ADVERTISEMENT
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અનોખો છે. તેમણે કહ્યું કે આ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી. સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ, દરેક સેવા પ્રદાતા તેમાં સામેલ છે. શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અનોખો છે. બિધુરીએ કહ્યું, 'હું પ્રાર્થના કરું છું કે દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય.'
#WATCH | J&K | Another batch of pilgrims for Shri Amarnath Yatra is set to depart from Jammu Base camp amid tight security pic.twitter.com/iXhGDC95C4
— ANI (@ANI) July 2, 2025
ADVERTISEMENT
હિન્દુઓનું એક પવિત્ર તીર્થધામ એટલે કે અમરનાથ. અને બાબા અમરનાથની પવિત્ર યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. તે પહેલા બુધવારે સવારે 5 વાગ્યે યાત્રાળુઓનો પહેલો સમૂહ જમ્મુના ભગવતી નગરથી અમરનાથ માટે રવાના થયો હતો જેને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રથમ સમૂહને લીલી ઝંડી આપી હતી.
પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથમાં સામેલ યાત્રાળુ કવિતા સૈનીએ કહ્યું કે આ તેમનો અમરનાથ યાત્રાનો પહેલો પ્રસંગ છે. તેમણે કહ્યું કે આ અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને અહીંથી અમારું મેડિકલ સર્ટિફિકેટ અને નોંધણી મળી. બધાએ અમને ખૂબ મદદ કરી. દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસે અમને ખૂબ મદદ કરી. હું પ્રાર્થના કરીશ કે આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે અને તાજેતરમાં જે કંઈ બન્યું તે ફરી ન બને.
ADVERTISEMENT
#WATCH | Pahalgam, J&K | A pilgrim, part of the first batch of Amarnath Yatris departing from Pahalgam base camp, Kavita Saini says, "... This is my first time for the Amarnath Yatra. The experience is very good. We got our medical certificate and registration from here. Everyone… pic.twitter.com/4twVFvkkIq
— ANI (@ANI) July 2, 2025
આ સાથે બાલતાલ બેઝ કેમ્પમાં અમરનાથ યાત્રા કરી રહેલા એક યાત્રાળુએ કહ્યું, "હું પંજાબના સંગરુરથી છું. આ 14મી વખત હું અમરનાથ યાત્રા માટે આવ્યો છું. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. સરકારે કરેલી વ્યવસ્થા ખૂબ સારી છે." તે જ સમયે, પહેલગામ બેઝ કેમ્પથી રવાના થતા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથનો ભાગ રહેલા એક યાત્રાળુએ કહ્યું કે સુવિધાઓ ખૂબ સારી છે. બધું ભોલે બાબાનું છે. કંઈ પણ આપણું નથી, વ્યવસ્થા ખૂબ સારી છે. તે જ સમયે, બીજાએ કહ્યું કે તે બંગાળથી બાબાના દર્શન કરવા જઈ રહ્યો છે. તેણે કહ્યું કે અમને કોઈ ડર નથી. અમારી સરકાર અને સેના ખૂબ સારી છે. અમને ડરવાનું કોઈ કારણ નથી.
ADVERTISEMENT
#WATCH | J&K | An Amarnath Yatra pilgrim at the Baltal base camp says, "I am from Sangrur, Punjab. This is the 14th time I have come for the Amarnath Yatra. There is no need to rush. The arrangements made by the government are excellent..." pic.twitter.com/ZW15tYxu4u
— ANI (@ANI) July 2, 2025
બાબા બર્ફાનીના દર્શન ક્યારે થશે?
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર પછી યાત્રા કડક સુરક્ષા વચ્ચે ચાલી રહી છે પરંતુ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી નથી. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. 3,30,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 4000થી વધુ લોકોએ કાઉન્ટર પરથી યાત્રા ટોકન લીધું છે. બાબા અમરનાથના પ્રથમ પવિત્ર દર્શન માટે ભક્તો શ્રીનગરના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચી રહ્યા છે. પ્રથમ બેચ 3 જુલાઈની સાંજ સુધીમાં 14500 ફૂટની ઊંચાઈએ બેઠેલા બાબા અમરનાથના દર્શન કરશે. ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચતા આ ભક્તોની એકમાત્ર ઈચ્છા છે કે તેઓ બાબા બર્ફાનીના દર્શન કરનારા પહેલા વ્યક્તિ હોય.
સુરક્ષા વ્યવસ્થા શું છે?
ADVERTISEMENT
આ વખતે પવિત્ર અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી થઈ રહેલી બાબા અમરનાથની આ યાત્રા માટે દરેક ખૂણા પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ વખતે જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF, SSB અને ITBP ના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ આ વખતે સુરક્ષા કડક કરવામાં આવી છે. ગયા વર્ષે અર્ધલશ્કરી દળોની 514 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. આ વખતે આ સંખ્યા વધારીને 581 કરવામાં આવી છે. ફક્ત CRPF ની 221 કંપનીઓ ઉપરાંત અન્ય કેન્દ્રીય પોલીસ દળોની 360 કંપનીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. જમ્મુથી બાલતાલ અને પહેલગામ સુધીના રસ્તાઓની સુરક્ષા માટે CRPF જવાબદાર છે. ગુફાની સુરક્ષા માટે ITBP જવાબદાર છે. આ ઉપરાંત દરેક જગ્યાએ સેના અને પોલીસની વિશેષ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવશે.
આ વખતે બાબા બર્ફાનીના દર્શન કરવા આવતા ભક્તોએ અનેક સુરક્ષા પરિમાણોમાંથી પસાર થવું પડશે. આ પછી જ ભક્તો ટ્રાન્ઝિટ કેમ્પથી આગળ મુસાફરી કરી શકશે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓ પર નજર રાખવા માટે યાત્રા રૂટ પર હાઇટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે શંકાસ્પદોને ઓળખવા માટે ચહેરા ઓળખનારા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ ડ્રોન, સ્નાઈપર ડોગ્સ અને બોમ્બ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે. ભક્તોની સુરક્ષા માટે વિવિધ સ્થળોએ સ્કેનર્સ લગાવવામાં આવ્યા છે.

અમરનાથ માટેના બે રૂટ્સ
અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે રૂટ છે. એક રૂટ પહેલગામથી શરૂ થાય છે અને બીજો બાલતાલથી. બંને રૂટ એકબીજાથી અલગ અને વિશેષ છે. વાત કરીએ પહેલગામના રૂટની તો તે 48 કિમી લાંબો છે. તેમાં ચઢાણ ઓછું છે. જોકે આ રસ્તો લાંબો છે. આ રૂટ પરથી મુસાફરી કરવામાં 3 થી 5 દિવસ લાગે છે. જો કે આ ટ્રેડિશનલ અને જૂનો રૂટ છે. તે શ્રીનગરથી 92 કિમી દૂર આવેલા પહેલગામ બેઝ કેમ્પથી શરૂ થાય છે. આ માર્ગ સૌથી વધુ ભીડવાળો છે.
બીજો રૂટ શ્રીનગરથી 95 કિમી દૂર આવેલા બાલતાલથી શરૂ થાય છે. આ રૂટ પર શ્રદ્ધાળુઓ માત્ર 14 કિમી ચઢાણ કરીને ગુફા સુધી પહોંચે છે. યાત્રામાં 1 થી 2 દિવસ લાગે છે. આ માર્ગ ટૂંકો છે. પરંતુ સીધુ ચઢાણ હોવાથી જોખમી માનવામાં આવે છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન
અમરનાથ ની યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન એ easy અને ઝડપી વિકલ્પ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB)ની સત્તાવાર વેબસાઇટ (jksasb.nic.in) પરથી કરી શકાય છે. 14 એપ્રિલ 2025થી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. એકમાં 15000 નોંધણીઓ થઈ શકે છે. આ માટે આધાર, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર અથવા પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર (CHC) જેવા ઓળખપત્ર જરૂરી છે. આરોગ્ય પ્રમાણપત્ર 8 એપ્રિલ 2025ના રોજ અથવા તે પછીનું લીધેલું હોવું જોઈએ. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જમ્મુ અથવા કાશ્મીરમાં બનેલા કેન્દ્રોમાંથી RFID કાર્ડ લેવું પડશે, જેના માટે બાયોમેટ્રિક eKYC ચકાસણી કરવામાં આવશે. આ કાર્ડ વિના કોઈ પણ વ્યક્તિ ઍક્સેસ કંટ્રોલ ગેટમાંથી પસાર થઈ શકશે નહીં.

ઓફલાઇન નોંધણી
ભક્તો પાસે ઑફલાઇન નોંધણીનો વિકલ્પ પણ છે. 30 જૂનથી ઑફલાઇન નોંધણીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે દેશભરમાં 600થી વધુ બેંક શાખાઓ નક્કી કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોમાં નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ઑફલાઇન નોંધણી માટે તમારે એક આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્ર સાથે નોંધણી ફોર્મ ભરીને બેંકમાં જમાવવાનું રહેશે.જમ્મુ પહોંચ્યા પછી ઑફલાઇન ટોકન પણ લઈ શકાય છે. જમ્મુમાં કુલ 5 સ્થળોએ તત્કાલ નોંધણી કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. આમાં રેલ્વે સ્ટેશન નજીક, સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ અને પંચાયત ભવન મહાજનનો સમાવેશ થાય છે. ભગવતી નગર બેઝ કેમ્પમાં જ સાધુઓ અને સંતો માટે એક ખાસ નોંધણી કેન્દ્ર છે.
ઓનલાઇન નોંધણી માટે જે દસ્તાવેજોની જરૂર પડે છે તે જ દસ્તાવેજોની જરૂર પડશે. જમ્મુમાં ટોકન લીધા પછી, નિર્ધારિત કેન્દ્ર પર તબીબી પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો સબમિટ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
રજીસ્ટ્રેશન ફી
આ માટે રજીસ્ટ્રેશન ફી ભારતીય નાગરિકો માટે ઓફલાઇન નોંધણી ફી પ્રતિ વ્યક્તિ રૂ. 120 અને ઓનલાઇન ફી પ્રતિ વ્યક્તિ રૂ. 220 છે. નોંધણી પછી યાત્રા શરૂ કરતા પહેલા દરેક ભક્તનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ યાત્રાળુ તંદુરસ્તી પરીક્ષણમાં પાસ ન થાય, તો તેને યાત્રાની મંજૂરી આપવામાં આવતી નથી. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા માટે જ રાખવામાં આવી છે.રજીસ્ટ્રેશન પછી જમ્મુ આવતા શ્રદ્ધાળુઓ ભગવતી નગર બેઝ કેમ્પથી જૂથો સાથે નિર્ધારિત રૂટ પર રવાના થઈ શકશે. ત્યારબાદ 3 જુલાઈએ તેઓ અમરનાથ ગુફા સુધી ટ્રેકિંગ શરૂ કરશે.
વધુ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ, આ મહત્વપૂર્ણ બિલો પર થશે ચર્ચા

જો તમે ઑફલાઈન નોંધણી કરાવવા માંગતા હોવ, તો દેશભરના 600થી વધુ બેંકોમાં ફોર્મ ઉપલબ્ધ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોમાં નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ઑફલાઇન નોંધણી માટે તમારે એક આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્ર સાથે નોંધણી ફોર્મ ભરીને બેંકમાં જમાવવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.