ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'દીવા અને મીણબત્તીઓ પર ખર્ચ કેમ?' દીપોત્સવ પર અખિલેશ યાદવના નિવેદનથી હોબાળો

લખનૌ / 'દીવા અને મીણબત્તીઓ પર ખર્ચ કેમ?' દીપોત્સવ પર અખિલેશ યાદવના નિવેદનથી હોબાળો

Published By: Maulik Patel

Last Updated: 11:16 PM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના દિવડા અને મીણબતીઑને લઈને વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો થયો. ભાજપાએ આ નિવેદનને હિંદુ વિરોધી ગણાવીને સમાજવાદી પાર્ટીના રામ મંદિર આંદોલનના વિરોધનો ઇતિહાસ યાદ કરાવ્યો.

ADVERTISEMENT

અયોધ્યા, રામનગરીમાં ભવ્ય દીપોત્સવના સમારોહથી પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે દિવડા અને મીણબતીઑને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ભભૂકી ઉઠ્યો. ભાજપાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપીને કહ્યું કે સમાજવાદી પાર્ટીનો રામ મંદિર આંદોલનનો વિરોધ કરવાનો અને હિંદુ વિરોધી વાતો ફેલાવવાનો ઇતિહાસ રહ્યો છે.

લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મીડિયા કર્મચારીએ અખિલેશને પૂછ્યું કે, "અયોધ્યા દીપોત્સવમાં આ વખતે દિવડા અને મીણબતીઑ પ્રગટાવવામાં આવશે અને તેની સંખ્યા પણ ઘટી જશે, તમારું શું કહેવું છે?" અખિલેશે આ પ્રશ્ન પર કહ્યું, "હું કોઈ સૂચન આપવા માંગતો નથી, પરંતુ ભગવાન રામના નામ પર એક સૂચન આપવા માંગું છું."

ક્રિસમસથી શીખવાનું કહ્યું: અખિલેશ

અખિલેશે વધુમાં કહ્યું, "સમગ્ર વિશ્વમાં ક્રિસમસ દરમિયાન બધા શહેરો ઝગમગી ઉઠે છે અને આ મહિનાઓ સુધી ચાલે છે. આપણે તેમનાથી શીખવાનું છે. અમારે દિવડા અને મીણબતીઑ પર કેમ ખર્ચ કરવો ? આ સરકાર પાસેથી અમે શું આશા રાખીએ? તેને હટાવી દેવું જોઈએ. અમારી સરકાર આવશે તો અમે ખૂબ સુંદર પ્રકાશ કરીશું." આ નિવેદનથી વિરોધી દળોમાં રોષ ફૂટી નીકળ્યો.

ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કડક પ્રતિક્રિયા આપી અને કહ્યું, "રામ મંદિર આંદોલનનો વિરોધ કરનાર, અયોધ્યાને વર્ષો સુધી અંધારામાં રાખનાર અને રામ ભક્તો પર ગોળીઓ ચલાવનાર પાર્ટી હવે દીપોત્સવ માટે શહેરની સજાવટનો વિરોધ કરી રહી છે. જ્યારે તેમણે સૈફઈમાં જશ્ન મનાવ્યો, જેમાં સામાન્ય લોકોને કોઈ લાભ નહોતો, ત્યારે તેમને ગર્વ થયો. પરંતુ અયોધ્યામાં, જ્યાં હજારો નાના-મોટા દુકાનદારોની રોજગારી ચાલે છે, ત્યાં કેટલાક લોકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે."

vtv app promotion

સરયૂ તટે 26 લાખ દીયાઓથી રોશન થશે

અયોધ્યામાં આ 9મું દીપોત્સવ છે. દિવાળીથી એક દિવસ પહેલાં, 19 ઓક્ટોબરે આ આયોજન સરયૂ નદીના કાંઠે 56 ઘાટો પર 26,11,101 દિવડાઓની રોશનીથી ચરમસીમાએ પહોંચશે. દીપોત્સવ 2025માં 26 લાખ દિવડા, 2100 વૈદિક વિદ્વાનો, 1100 ડ્રોન અને 33,000 સ્વયંસેવકો એકઠા થઈને અનુષ્ઠાન અને સામૂહિક ભક્તિનું ભવ્ય દર્શન આપશે. 2017માં 1.71 લાખ દિવડાઓથી શરૂ થયેલો આ ઉત્સવ હવે પંદર ગણો વધી ગયો છે, જે તેની રેકોર્ડ તોડતી ભવ્યતા દર્શાવે છે. આ વર્ષે દીપોત્સવ રામની પૈડીથી આગળ વધીને રાજઘાટ, ગુપ્તારઘાટ અને લક્ષ્મણ કિલ્લા ઘાટ જેવા નવ-વિકસિત ઘાટો સુધી ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: બિહારમાં INDIA ગઠબંધનને ઝટકો, JMMનું એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન

અખિલેશના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેને સરકારની નીતિઓ પર પ્રહાર તરીકે જોયું છે, જ્યારે ભાજપાએ તેને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. દીપોત્સવને અયોધ્યાની સાંસ્કૃતિક અને આર્થિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષેના આયોજનમાં ડ્રોન શો અને વૈદિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અયોધ્યાને વિશ્વસ્તરીય પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. વિરોધીઓના નિવેદનો છતાં, દીપોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, અને લોકો રામનગરીના આ પ્રકાશમય તહેવારની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akhilesh Yadav Samajwadi Party Diwali Celebration Ayodhya Deepotsav

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ