બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જેની સામે પરમાણુ એટેક પણ ફેઇલ! રડાર પણ ના પકડી શકે, આ દેશ ભારત સાથે મોટી ડીલની તૈયારીમાં
Last Updated: 03:04 PM, 8 July 2025
LR-LACM Missile : ભારતે ગ્રીસને તેની અત્યાધુનિક લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ (LR-LACM) ઓફર કરી છે. આ સમાચાર તુર્કીયે માટે ચિંતાનું કારણ બન્યા છે, કારણ કે આ મિસાઇલ તેની લાંબી રેન્જ, સચોટ લક્ષ્યાંક અને રડાર ચોરી કરવાની ક્ષમતા માટે જાણીતી છે. તુર્કીયેએ તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપ્યો હતો જેના જવાબમાં ભારતે આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે.
ADVERTISEMENT
હવે જાણો શું છે આ LR-LACM મિસાઇલ ?
લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ (LR-LACM) એ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલ સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તે ખાસ કરીને એરપોર્ટ, રડાર સ્ટેશન અને કમાન્ડ સેન્ટર જેવા ઉચ્ચ-મૂલ્યના લક્ષ્યોને નષ્ટ કરવા માટે રચાયેલ છે. તેનું પ્રથમ ઉડાન પરીક્ષણ 12 નવેમ્બર 2024 ના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
🚨🚨🚨
— Shyam Patel (@NVsampatel) July 7, 2025
Turkish media outlet TRHaber reports India's alleged offer to supply its Long Range Land Attack Cruise Missile (LR-LACM) to Greece, sparking security concerns in Turkey. The report links this move to Turkey's support for Pakistan during Operation Sindoor. The missile's… pic.twitter.com/G2qeI8Hr7o
મિસાઇલ સુવિધાઓ
ADVERTISEMENT
Turkish media outlet TRHaber reports India's alleged offer to supply its LR-LACM to Greece, sparking security concerns in Turkey. The missile's range & low-altitude flight capabilities pose challenges to Turkish AD, raising anxieties in Ankara,especially if Greece deploys it
— Operation Unfiltered 🇮🇳 (@LakshyaAwasth) July 8, 2025
1/2… pic.twitter.com/NAFKXmsoR7
ADVERTISEMENT
Turkish Media in Uproar Over Reports of India Offering LR-LACM Cruise Missile to Greecehttps://t.co/VvjlaAPMvY pic.twitter.com/o6iInnmI5e
— idrw (@idrwalerts) July 6, 2025
ADVERTISEMENT
ભારત અને ગ્રીસની ભાગીદારી
તાજેતરના વર્ષોમાં ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ સહયોગ વધ્યો છે. DEFEA 2025 સંરક્ષણ પ્રદર્શન (13-15 મે 2025, એથેન્સ)માં ભારતે LR-LACM નું પ્રદર્શન કર્યું, જેણે ગ્રીસનું ધ્યાન ખેંચ્યું. ગ્રીક મીડિયા - પેન્ટાપોસ્ટાગ્મા અને જીઓસ્ટ્રેટેજિકા-એ દાવો કર્યો હતો કે, ભારતે ગ્રીસને આ મિસાઇલની અનૌપચારિક ઓફર કરી હતી.
ADVERTISEMENT
તાજેતરમાં ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ગ્રીસની મુલાકાત લીધી હતી, જ્યાં બંને દેશોએ સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરી હતી. ગ્રીક મીડિયા અનુસાર, આ સમય દરમિયાન મિસાઇલ ડીલનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. એજિયન સમુદ્રમાં ગ્રીસ અને તુર્કી વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ગ્રીસ માને છે કે, LR-LACM તેને તુર્કી સામે વ્યૂહાત્મક ફાયદો આપી શકે છે, ખાસ કરીને તુર્કીયેના એરપોર્ટ અને રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં.
શું છે તુર્કીયેની ચિંતા ?
તુર્કીયેએ આ સંભવિત સોદા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તુર્કીયે મીડિયા આઉટલેટ TRHaber એ "એજિયનમાં 1000 કિલોમીટર રેન્જ મિસાઇલ" તરીકે તેનો પ્રચાર કર્યો હતો, જેમાં હેડલાઇન હતી, "ભારત એજિયનમાં ક્રુઝ મિસાઇલો લાવી રહ્યું છે! તેઓ તુર્કીયેને નિશાન બનાવશે!"

આ સોદો કેમ મહત્વપૂર્ણ છે?
ભારતની સંરક્ષણ નિકાસ: આ સોદો ભારતના સંરક્ષણ ઉદ્યોગની તાકાત દર્શાવે છે. LR-LACM ને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તેની નિકાસ ભારતને વૈશ્વિક સંરક્ષણ બજારમાં વધુ મજબૂત બનાવશે.
LR LACM મિસાઇલ ગ્રીસ તુર્કી
આ પણ વાંચો : આવતીકાલે ભારત બંધનું એલાન, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે ?
નોંધનીય છે કે, હાલમાં આ ઓફર અનૌપચારિક છે. ભારત કે ગ્રીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ સમાચાર ગ્રીક મીડિયાના દાવાઓ અને તુર્કીયેની પ્રતિક્રિયાના આધારે સમાચારમાં છે. જો ગ્રીસ આ સોદામાં રસ બતાવે છે તો તે ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ સહયોગને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.