બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કડકડતી ઠંડીની વચ્ચે 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી, અહીં જાણો કેવું રહેશે વાતાવરણ ?

હવામાન અપડેટ / કડકડતી ઠંડીની વચ્ચે 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી, અહીં જાણો કેવું રહેશે વાતાવરણ ?

Priykant Shrimali

Last Updated: 07:59 AM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast : ભારે વરસાદને કારણે સવારના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડી ફરી વધશે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

IMD Forecast : દેશનાં અનેક ભાગોમાં ઠંડીનો પ્રકોપ ઓછી થતાં હવે વરસાદની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) 31 જાન્યુઆરીથી ફરીથી વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે સવારના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડી ફરી વધશે. ખાસ કરીને રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હવામાનના ઉલટફેરની ચેતવણી આપવામાં આવી છે. અહીં પવન પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

હવામાનની આગાહી મુજબ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. આ તરફ 1 ફેબ્રુઆરીથી આ વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.

ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં તીવ્ર શીતલહેરનો પ્રભાવ જોવા મળવાની શક્યતા છે. આ સાથે આજે (29 જાન્યુઆરી) દિલ્હીમાં શીત લહેરની ચેતવણી જારી છે. પવનની ગતિ 10-15 કિમી/કલાક રહેશે. શુક્રવારે શહેરમાં વાદળછાયું આકાશ રહેશે અને હળવો ઝરમર વરસાદ પડી શકે છે. તાપમાનમાં મહત્તમ 19°C અને લઘુત્તમ 8°C રહેશે.

આ પણ વાંચો : આજે પંચમહાભૂતમાં વિલીન થશે અજિત પવાર, PM મોદી-અમિત શાહ પણ પહોંચશે અંતિમ સંસ્કારમાં

ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી પવનના પ્રભાવથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેશે અને તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે. લઘુત્તમ તાપમાન 6°C થી 9°C સુધી નીચે જઈ શકે છે. પટનાના હવામાન વિભાગ મુજબ, રાજ્યના પાંચથી વધુ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન ઠંડું રહેશે પરંતુ આ અઠવાડિયે વરસાદની આગાહી નથી. તાપમાનમાં 1-2°Cનો ઘટાડો શક્ય છે. આગામી દિવસોમાં થોડી ઠંડી સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold wave Rain warning Weather update
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ