બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:02 PM, 3 September 2025
56મી જીએસટી કાઉન્સિલની બેઠક શરુ થઈ છે. બે દિવસીય બેઠકમાં કાઉન્સિલે મોટા નિર્ણય લઈ શકે છે. સત્તાવાર સૂત્રોએ એવું કહ્યું કે 175 વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવી શકે છે જેની જાહેરાત 4 સપ્ટેમ્બરે થશે.
ADVERTISEMENT
ચાર ટેક્સ સ્લેબ ઘટાડીને 2 કરવાની વિચારણા
4 ટેક્સ સ્લેબ ઘટાડીને 2 કરવાની પણ સરકારની દરખાસ્ત છે. . આ ફેરફાર હેઠળ, ઘી, માખણ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, ચીઝ અને દૂધ પાવડર જેવી ઘણી આવશ્યક વસ્તુઓ, જેના પર હાલમાં 12% અને 18% કર લાદવામાં આવે છે, તેને ઘટાડીને 5% સ્લેબમાં લાવી શકાય છે. સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓને આનો સીધો ફાયદો થશે.
ADVERTISEMENT
કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી
કેન્દ્રના પ્રસ્તાવ મુજબ, હવે ફક્ત બે જ GST સ્લેબ હોઈ શકે છે. હાનિકારક વસ્તુઓ સિવાય 28 ટકાના સ્લેબમાં આવતી બધી વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં સમાવી શકાય છે. અને 12 ટકાના સ્લેબની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં આવી શકે છે. 40 ટકાનો બીજો સ્લેબ હશે, જે 6-7 વસ્તુઓ પર લાદવામાં આવશે, જેમાંથી મોટાભાગની હાનિકારક અને લક્ઝરી વસ્તુઓ હશે જેમાં ખાદ્ય પદાર્થો, બદામ, નાસ્તો, તૈયાર ખાવાની વસ્તુઓ, જામ, ઘી, માખણ, અથાણું, જામ, ચટણી, ઓટોમોબાઈલ, ટ્રેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એસી, રેફ્રિજરેટર વગેરેનો સમાવેશ થાય છે. જો મંત્રીઓના જૂથ (GoM) ના દર ઘટાડાના પ્રસ્તાવને GST કાઉન્સિલ દ્વારા સ્વીકારવામાં આવે છે, તો તમામ માલ પરનો સરેરાશ GST દર, જે હાલમાં 11.5 ટકાની આસપાસ છે.
ADVERTISEMENT
4 સપ્ટેમ્બરે નિર્ણય જાહેર થશે
ADVERTISEMENT
જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો 4 સપ્ટેમ્બરે જાહેર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.