બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : લિફ્ટમાં ફસાઈ જાવ તો ડરતાં નહીં, આ રીતે નીકળી જજો, ફસાયેલા દોસ્તોએ શીખવાડ્યું

આજે જોઈ લો / VIDEO : લિફ્ટમાં ફસાઈ જાવ તો ડરતાં નહીં, આ રીતે નીકળી જજો, ફસાયેલા દોસ્તોએ શીખવાડ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 09:03 AM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિફ્ટમાં ફસાયા હોવ તો જાતે કેવી રીતે બહાર નીકળવું? આની સમજણ આપતો એક વીડિયો વાયરલ થયો છે.

દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે લિફ્ટમાં ફસાઈ જવાનો ડર હોય છે અને કલ્પના કરો કે જેણે આ અનુભવ કર્યો હોય તેની સ્થિતિ શું હશે? તાજેતરમાં રેસ્ટોરન્ટમાં ગયેલા મિત્રોના જૂથ સાથે પણ આવું જ કંઈક બન્યું. બધા મિત્રો ટેરેસ પર જવા માટે લિફ્ટમાં ચઢ્યા. જ્યારે તેઓ ઉપર જઈ રહ્યા હતા, ત્યારે લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ. મૂંઝવણની સ્થિતિમાં, તેમણે સ્ટાફને ફોન કર્યો, પરંતુ તેઓ હાજર ન હતા. જોકે, આ લોકોએ જાતે લિફ્ટ ખોલી અને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મિત્રોએ ધીરે ધીરે લિફ્ટનો દરવાજો ખોલીને બહાર આવ્યાં

ડરી ગયેલા મિત્રોએ તરત જ રેસ્ટોરન્ટમાં લોકોને ફોન કર્યો પરંતુ લિફ્ટમેન ઘેર હતો અને તેણે ત્યાંથી સમજાવ્યું કે હાથથી લિફ્ટનો દરવાજો કેવી રીતે ખોલવો. ત્યાર બાદ બધાએ ધીમે ધીમે લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં તે ધડામ અવાજ સાથે ખુલી ગયો અને આ પછી બધા વારાફરતી બહાર આવી ગયા હતા. પહેલા નાના બાળકોને બહાર કાઢવામાં આવ્યા, પછી વડીલો કૂદી પડ્યા.

વધુ વાંચો : કળિયુગ કંપ્યો! 'ચરિત્રહીન' માતાને સજા આપવા પુત્રે 2 વાર દુષ્કર્મ આચર્યું, કપડાં ફાડીને રુમમાં પૂરી

થ્રિલર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવો નજારો

આ પ્રસંગે ઘડી ભર તો એવું લાગ્યું કે જાણે કોઈ થ્રિલર ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો હતો. એક યૂઝરે કહ્યું કે 'આ જ કારણ છે કે મને લિફ્ટથી ડર લાગે છે.' બીજાએ કહ્યું, 'હું હાર્ટ એટેકથી મરી ગયો હોત.' બીજા યુઝરે કહ્યું, 'બાળકોને પહેલા બહાર આવતા જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું.' કોઈએ તો એમ પણ કહ્યું, 'આ મારી સૌથી મોટી સમસ્યા છે, જો લિફ્ટ અચાનક ફરી કામ કરવાનું શરૂ કરી દે તો શું થશે? સીડીઓ વધુ સારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ