બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / રાજપાલ યાદવના જામીન પર ફસાયો પેચ! 1.5 કરોડ જમા કરાવ્યાં બાદ જ છૂટી શકશે

દિલ્હી / રાજપાલ યાદવના જામીન પર ફસાયો પેચ! 1.5 કરોડ જમા કરાવ્યાં બાદ જ છૂટી શકશે

Published By: Priyankka Triveddi

Last Updated: 03:00 PM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajpal Yadav Bail: રાજપાલ યાદવ ફિલ્મ ' અતા પતા લાપતા'માં થયેલ નુકસાન અને દેવું ના ચૂકવી શકવાના કારણે મુશ્કેલીમાં મૂકયો છે. 9 કરોડ રૂપિયાની લોન ના ભરી શકવાને કારણે તેણે 5 ફેબ્રુઆરીના રોજ તિહાડ જેલમાં સરેન્દ્ર કર્યું હતું. અને આજે દિલ્હી હાઇકોર્ટે તેની અરજી પર સુનવણી કરી છે.

Rajpal Yadav Delhi HC: જાણીતા બૉલીવુડ એક્ટર રાજપાલ યાદવ વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં ઘેરાયેલો છે. તેના પર 9 કરોડનું દેવું છે. કોર્ટમાં રાજપાલની બેલ માટે યાચિકા પર સુનાવણી ચાલી રહી છે. પરંતુ તેમાં એક મુસીબત સામે આવીને ઊભી છે. દિલ્હી હાઇકોર્ટે વચગાળાની બેલ માટે રાજપાલ યાદવના વકીલને બપોરના 3 વાગ્યા સુધીમાં 1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાનો સમય આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જો આજે 3 વાગ્યા સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ જમા થઈ જશ તો તેને બેલ આપી દેવામાં આવશે. અને જો જમા નહિ થાય તો આ મામલો કાલે એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ હાથમાં લેવાશે. રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીના રોજ તેની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે બેલની અરજી કરી છે.

રાજપાલને પડી હતી ફટકાર

દિલ્હી હાઇકોર્ટે છેલ્લી સુનવણી દરમિયાન રાજપાલને ફટકાર આપી હતી. કોર્ટનું કહેવું હતું કે અભિનેતાને આટલી બધી તક આપવા છતાં તેણે દેવું ચૂકવ્યું નથી. રાજપાલના વકીલ તરફથી કરવામાં આવેલી તમામ દલીલોને કોર્ટે ફગાવી દીધી હતી. રાજપાલે તેની સજાને નાબૂડ કરવાની માંગણી કરી હતી. તેની આ ડિમાન્ડ પર કોર્ટે કહ્યું હતું કે જ્યારે તે પોતે કબૂલ કરી ચૂક્યો છે કે તેણે લોન લીધી હતી તો હવે માફી કેવી? રાજપાલને લોન ભરપાઈ કરવા માટે 25-30 ચાંસ આપવામાં આવ્યા હતા તેમ છતાં તે રૂપિયા આપી શક્યો નહોતો. હવે સજા રોકવાની માંગ કેમ કરી રહ્યા છો તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે રાજપાલને સાંભળવતા કહ્યું કે તે જેલમાં કોર્ટના આદેશના લીધે નહીં પણ પોતાની હરકતોના લીધે છે. રાજપાલના વકીલના જણાવ્યા મુજબ લોનની 3 કરોડથી વધારે રકમ પરત કરી દેવાઈ છે. હવે યાચિકા કર્તાએ માત્ર 2.10 કરોડ રૂપિયા જ જમા કરાવવાના છે.

શું છે આ સમગ્ર મામલો?

વર્ષ 2012માં આવેલી ફિલ્મ અતા પતા લાપતા રાજપાલની ડિરેક્ટ કરેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બનાવવા માટે રાજપળે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતા. પરંતુ રાજપાલની આ ફિલ્મ ચાલી નહીં અને જેના કારણે તે ડૂબી ગયો અને તેને ભારે આર્થિક નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડએ રાજપાલ પાસે પૈસા પાછા માંગ્યા જે તે આપી શક્યો નહિ. અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. વર્ષ 2018 માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એક લીગલ એક્શન લેવામાં આવ્યું. રાજપાલ અને તેની પત્નીના વિરુદ્ધમાં કેસ થયો. 5 કરોડની આ રકમ વ્યાજ સાથે 9 કરોડ થઈ ગઈ. રાજપાલ યાદવ આ પહેલા પણ આ મામલે 2 વાર જેલમાં જઈ ચૂક્યા છે. ઘણી તક આપ્યા પછી પણ જ્યારે એક્ટર પૈસા આપી શક્યા નહિ માટે તેમને સરેન્ડર કરવું પડ્યું.

આ પણ વાંચો: કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 7 કર્મચારીઓ જીવતા સળગી ગયા, પંથકમાં છવાયો માતમ

vtv app promotion

રાજપાલની મદદે આવ્યું બૉલીવુડ

આ દુખના સમયમાં રાજપાલની સાથે આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દ્રજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીટ ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદ માટે હાથ લંબાવ્યો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ (FWICE) એ પણ રાજપાલની મદદમાં આવવા માટે લોકોને અપીલ કરી. રાજપાલના પત્નીએ બોલિવડ સેલેબ્સ ત્રથી મળેલી મદદ પર સૌનો આભાર વ્યક્ત કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi High Court Hearing Rajpal Yadav Cheque Bounce Case

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ