બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તામિલનાડુના દરિયાકાંઠેથી મળી આવી એવી ચીજ કે, લોકોમાં ફેલાયો ફફડાટ

ચેતવણી / તામિલનાડુના દરિયાકાંઠેથી મળી આવી એવી ચીજ કે, લોકોમાં ફેલાયો ફફડાટ

Nidhi Panchal

Last Updated: 09:52 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયાની તળિયેથી આવી એવી એક અજાણી ચમકદાર માછલી, જેને જોઈને માછીમારોના હોશ ઉડી ગયા. કહે છે આ માછલીનો દેખાવ આપત્તિની ચેતવણી આપે છે — શું આ કુદરતનો ઈશારો છે?

તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પંબન વિસ્તારમાં દરિયાની અંદરથી એક એવી માછલી બહાર આવી કે જેને જોઈને માછીમારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માછલી ખૂબ જ અજાણી અને ચમકદાર હતી. જ્યારે માછીમારોએ તેને નજીકથી જોઈ, ત્યારે ખબર પડી કે તે "Doomsday Fish" એટલે કે "વિનાશની માછલી" છે. આ માછલી દેખાતા જ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકોમાં કુદરતી આપત્તિ આવશે કે શું એવી ભીતિ ફેલાઈ ગઈ છે.

Fish

રવિવારે રામેશ્વરમ ફિશિંગ બંદરના માછીમારો મન્નારના અખાતમાં માછીમારી કરીને પાછા ફરી રહ્યા હતા. જ્યારે તેઓ પોતાના જાળની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને આશરે છ કિલોગ્રામ વજનની એક લાંબી, ચળકતી માછલી દેખાઈ. શરૂઆતમાં તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ સામાન્ય દરિયાઈ પ્રજાતિ હશે, પરંતુ નજીકથી જોતા તેઓ ચોંકી ગયા. માછલીની અનોખી રચના અને ચમકથી તેમને સમજાયું કે આ સામાન્ય માછલી નથી.

Fish-2

તમિલનાડુમાં પણ જોવા મળી હતી

આ વર્ષે મે મહિનામાં પણ આવી જ એક માછલી તમિલનાડુમાં જોવા મળી હતી. ત્યારે લગભગ 30 ફૂટ લાંબી ઓરફિશ દરિયામાં પકડાઈ હતી. તે સમયે પણ લોકોમાં ભારે ચર્ચા થઈ હતી. ઘણા લોકોએ એ ઘટના કુદરતી આફતો સાથે જોડીને જોયી હતી. ત્યાર પછી ખરેખર અનેક વિસ્તારોમાં નાના ભૂકંપ અને તોફાનોની નોંધ લેવાઈ હતી, જેના કારણે લોકો હવે ફરી એકવાર ડરી ગયા છે.

Fish-3

Doomsday Fish

ઓરફિશ એટલે આ ડૂમ્સડે ફિશ. તે દરિયાના ખૂબ ઊંડા ભાગમાં રહેતી માછલી છે અને ભાગ્યે જ સપાટી પર દેખાય છે. જાપાનમાં લોકો માને છે કે જ્યારે ઓરફિશ પાણીની સપાટી નજીક આવે છે ત્યારે કોઈ કુદરતી આપત્તિ, ખાસ કરીને ભૂકંપ, આવવાની શક્યતા હોય છે. તેથી તેને “આપત્તિજનક માછલી” તરીકે ઓળખવામાં આવે છે.

vtv app promotion

જાપાની માન્યતા

એક જૂની જાપાની માન્યતા મુજબ, આ માછલી સપાટી પર ત્યારે આવે છે જ્યારે સમુદ્રની અંદર ભૂકંપની હલચલ શરૂ થાય છે. કેટલાક કિસ્સાઓમાં ખરેખર એવું બન્યું છે કે ભૂકંપ પહેલા ઓરફિશ કિનારે જોવા મળી હતી. વિજ્ઞાનીએ આ માન્યતાને હજુ સુધી સાબિત નથી કરી, પરંતુ લોકોની ધારણા હજુ પણ મજબૂત છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઓરફિશ સામાન્ય રીતે 11 મીટર જેટલી લાંબી થઈ શકે છે. તે મોટાભાગે ઊંડા પાણીમાં રહે છે અને માત્ર ત્યારે સપાટી પર આવે છે જ્યારે તે બીમાર હોય, મૃત્યુ પામે કે પ્રજનન સમય હોય. આ કારણસર તેનું દેખાવ દુર્લભ ગણાય છે.

આ પણ વાંચો : મોટા સમાચાર : 1,27,000 નજીક પહોંચ્યું સોનું, સતત ચોથા દિવસે ભાવમાં ભડકો, દિવાળીમાં હજુ પણ વધશે

પંબનમાં મળી આવેલી આ માછલીને જોઈ લોકોના મનમાં ડર અને ઉત્સુકતા બંને વધ્યા છે. શું ખરેખર આ કુદરતની ચેતવણી છે કે ફક્ત એક સંયોગ? આ પ્રશ્ને સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં ચર્ચા અને અફવાઓની લહેર ફેલાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu fishermen Doomsday fish Oarfish
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ