બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / મોટા સમાચાર : 1,27,000 નજીક પહોંચ્યું સોનું, સતત ચોથા દિવસે ભાવમાં ભડકો, દિવાળીમાં હજુ પણ વધશે

ગોલ્ડન ગ્રોથ / મોટા સમાચાર : 1,27,000 નજીક પહોંચ્યું સોનું, સતત ચોથા દિવસે ભાવમાં ભડકો, દિવાળીમાં હજુ પણ વધશે

Published By: Hiralal Parmar

Last Updated: 08:42 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલાં સોનું ખરીદવા માગતા લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. સતત ચોથા દિવસે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

દિવાળીના તહેવારો નજીકમાં છે અને સોનું રોજ રેકોર્ડ તોડી રહ્યું છે. ગુરુવારે 9 ઓક્ટોબરે પણ સોનાના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 1,26,600 પર ટ્રેડ કરી રહ્યું હતું. દિવાળીના તહેવારોમાં હજુ પણ ભાવ વધવાની શક્યતાં છે. જોકે રોજ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વધઘટ થતી હોય છે.

અમદાવાદમાં સોનાનો શું ભાવ

9 ઓક્ટોબરે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,23,990 રહ્યો છે અર્થાત એક દિવસમાં તેમાં નજીવો ઉછાળો આવ્યો છે.

દિવાળી સુધીમાં હજુ વધશે ભાવ

છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના અને ચાંદીના ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં બંને કિંમતી ધાતુઓ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દિવાળી જેવા મુખ્ય તહેવારો પહેલા રોકાણકારો વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, નિષ્ણાતો હવે રોકાણકારોને ચેતવણી આપી રહ્યા છે કે વર્તમાન તેજી ટકાઉ નથી અને ટૂંક સમયમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે. દિવાળીના તહેવારોમાં ભાવ વધી શકે છે.

વધુ વાંચો : VIDEO : 'અરે ઓ મેડમ ટીકિટ દેખાડો' ટ્રેનના એસી કોચમાં ટીકિટ વગર પકડાતાં લેડી ટીચરે ટીટી સાથે જુઓ શું કર્યું

રાહતના શું સમાચાર?

PACE 360 ના સહ-સ્થાપક અમિત ગોયલે ભાવ ઘટાડાને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે હાલની તેજી હવે તેના અંતિમ તબક્કામાં છે. જો ભાવ ઘટે છે, તો સોનાના ભાવ ₹122,000 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹77,700 થઈ શકે છે. અમિત ગોયલ માને છે કે જો સોનું ઘટીને $2,600-$2,700 પ્રતિ ઔંસ થઈ જાય, તો રોકાણ કરવાનો આ સારો સમય હશે. આવા સ્તરે, સોનું ફરી એકવાર સલામત અને આકર્ષક રોકાણ સાબિત થઈ શકે છે. આગામી 2-3 વર્ષમાં અમેરિકામાં ઊંડી મંદી આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold today gold

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ