ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગ્લેશિયર ઝીલ તબાહી લાવશે, હિમાલયમાં ખતરાનું એલાર્મ! કંપાવી દેશે વૈજ્ઞાનિકોની વૉર્નિંગ

ડરામણો રિપોર્ટ / ગ્લેશિયર ઝીલ તબાહી લાવશે, હિમાલયમાં ખતરાનું એલાર્મ! કંપાવી દેશે વૈજ્ઞાનિકોની વૉર્નિંગ

Published By: Priykant Shrimali

Last Updated: 10:06 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Disaster alarm Glacier Lakes : સેટેલાઇટ છબીઓના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે, તળાવનું કદ લગભગ 30 ટકા સુધી વધ્યું, વૈજ્ઞાનિકો માને છે કે, આ વૃદ્ધિ ભવિષ્યમાં તળાવ તૂટી પડવાનો ખતરો ઊભો કરી શકે

ADVERTISEMENT

Disaster alarm Glacier Lakes : ઉત્તરાખંડના ઊંચા હિમાલયી પ્રદેશોમાં પર્યાવરણ સંબંધિત એક ગંભીર સંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં પિથોરાગઢના દુર્ગમ વિસ્તારમાં આવેલા દરમા ખીણમાં અર્નવ તળાવ નામના એક હિમનદી (ગ્લેશિયર) તળાવના આકારમાં થયેલા ઝડપી અને આશ્ચર્યજનક વિસ્તરણે વૈજ્ઞાનિકોને ચિંતામાં મુકી દીધા છે.

અર્નવ તળાવ: એક ઊભરતું જોખમ

દાવે ગામ નજીક જે ભારત-ચીન સરહદ નજીક આવેલું છે ત્યાં આવેલ અર્નવ તળાવ હાલમાં આશરે 700 મીટર લંબાઈ અને 600 મીટર પહોળાઈ ધરાવે છે. 2014થી 2023 વચ્ચે મેળવવામાં આવેલી સેટેલાઇટ છબીઓના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે, તળાવનું કદ લગભગ 30 ટકા સુધી વધ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કે, આ વૃદ્ધિ ભવિષ્યમાં તળાવ તૂટી પડવાનો ખતરો ઊભો કરી શકે છે.

ગંગોત્રી અને ચમોલી વિસ્તારમાં પણ આ જ પ્રવૃત્તિ

અર્નવ તળાવ સિવાય ગંગોત્રીના કેદાર તળાવ અને ચમોલી જિલ્લાના વાસુધરા તળાવનું કદ પણ સતત વધી રહ્યું છે. ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડૉ. એમ.પી.એસ. બિષ્ટના માર્ગદર્શન હેઠળ ભારતીય અને વિદેશી સેટેલાઇટ ડેટાના આધારે આ વિસ્તારોમાં હાલતનું ગહન અભ્યાસ કરવામાં આવ્યો. તેઓના જણાવ્યા અનુસાર આ તળાવો મોરેન ડેમ એટલે કે ગ્લેશિયર દ્વારા છોડી ગયેલા ખડક-માટીનાં અસ્થિર અવશેષોથી બનેલ છે. જ્યારે આવા તળાવોમાં પાણીનો સ્તર અચાનક વધે છે જેમ કે ભારે વરસાદ અથવા બરફ ઓગળવાના કારણે ત્યારે તળાવ તૂટી જવાનો અને નીચલા વિસ્તારોમાં વિનાશ લાવવાનો ગંભીર ખતરો રહે છે.

વાડિયા સંસ્થાની પુષ્ટિ અને વિશાળ ચેતવણી

વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી (WIHG) એ પણ ડૉ. બિષ્ટના અભ્યાસને સમર્થન આપ્યું છે. વાડિયા સંસ્થાએ તાજેતરમાં 25 ખતરનાક હિમનદી તળાવો ઓળખ્યાં છે જેમાં વસુધરા અને કેદાર તળાવનો પણ સમાવેશ થાય છે. આ તળાવોનું ચાલુ સમીક્ષા અને અનુકૂળ કાર્યવાહી ન થાય તો 2013ની કેદારનાથ વિનાશક પૂર જેવી ઘટના પુનરાવૃત્તિ પામી શકે છે.

આ પણ વાંચો : કઇ રીતે ચૂંટણી થાય, કેટલી સેલરી હોય છે અને ક્યાં રહે છે? જાણો ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શન વિશે

આંધ્રપ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધી સતત થતા પર્યાવરણ પરિવર્તનના પ્રભાવો હવે હિમાલય જેવા સંવેદનશીલ પ્રદેશોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. હિમનદી તળાવોની સંખ્યા અને કદમાં વધારો માત્ર એક ભૌગોલિક પરિબળ નથી, પણ માનવ જીવન અને સ્થિરતાને પડકારે છે. ડૉ. બિષ્ટ અને અન્ય નિષ્ણાતોનું સ્પષ્ટ મંતવ્ય છે કે, રાજ્ય સરકારે તેમજ રાષ્ટ્રીય સંસ્થાઓએ આ તળાવો માટે સક્રિય મોનિટરિંગ સિસ્ટમ અગાઉથી ચેતવણી આપતી યંત્રણા અને સ્થાનિક સમુદાય માટે તૈારી યોજનાઓ તૈયાર કરવી અતિ આવશ્યક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ice Storm Arnav Lake Glacier Lake

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ