બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કઇ રીતે ચૂંટણી થાય, કેટલી સેલરી હોય છે અને ક્યાં રહે છે? જાણો ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શન વિશે
Last Updated: 09:52 AM, 9 September 2025
જુલાઈ 2025માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારથી દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ ખાલી હતું. હવે આજે, સંસદ ભવનમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યો વચ્ચે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા યોજાઈ રહી છે. એટલે કે સાંસદો ઉમેદવારોને ક્રમ પ્રમાણે પસંદ કરે છે અને મતનું ટ્રાન્સફર થાય છે. આજે સાંજ સુધીમાં દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળી જશે.
ADVERTISEMENT

ભારતમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો – ચૂંટાયેલા અને નામાંકિત – સામેલ હોય છે. ચૂંટણીની પારદર્શિતા જાળવવા માટે ચૂંટણી પંચ, રાજ્યસભા સચિવાલય અને સંસદીય સચિવોની ખાસ દેખરેખ રાખવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પછીનું સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવે છે. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે અને કાર્યવાહીનું સંચાલન, શિસ્ત જાળવવી તથા સભ્યોની ગેરલાયકાત જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે. જો ક્યારેય રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે, તો તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બની તમામ સત્તાઓ સંભાળે છે.

ADVERTISEMENT
ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, જેને લંબાવી પણ શકાય છે. જો નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી મોડે થાય, તો જૂના ઉપરાષ્ટ્રપતિ ત્યાં સુધી પદ પર કાર્યરત રહે છે. આ પદ માટે અલગથી પગારની જોગવાઈ નથી, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમને દર મહિને 4 લાખ રૂપિયા મળે છે. સાથે રહેવા, તબીબી, પ્રવાસ, ઓફિસ ખર્ચ, સુરક્ષા, ફોન અને પેન્શન જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પેન્શન અગાઉના પગારના 50% જેટલી હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હેલિકોપ્ટરથી કેદારનાથ જવું હવે મોંઘુ પડશે, જાણો કેટલા ટકાનો વધારો ઝીંકાયો
પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
ADVERTISEMENT
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન (1952-1962) હતા, જેમણે બાદમાં રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી હતી. હવે ચૂંટાઈ આવનાર ઉમેદવાર ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે. તેમને નવી દિલ્હીના ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવમાં નિવાસની સુવિધા મળશે, જે સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલું આધુનિક કેમ્પસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.