ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મેં 80 લાશો દફનાવી, કેટલીક પર યૌન શૌષણના નિશાન', ધર્મસ્થળ કેસમાં મોટો ટ્વિસ્ટ, ફરિયાદી જ ઝડપાયો

કર્ણાટક / 'મેં 80 લાશો દફનાવી, કેટલીક પર યૌન શૌષણના નિશાન', ધર્મસ્થળ કેસમાં મોટો ટ્વિસ્ટ, ફરિયાદી જ ઝડપાયો

Published By: Hiralal Parmar

Last Updated: 12:20 PM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ધર્મસ્થળમાં સામૂહિક દફનવિધિ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. પોલીસે દાવો કરનાર સફાઈકર્મીની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

કર્ણાટકના ધર્મસ્થળમાં સેંકડો મૃતદેહો દફનાવવામાં આવ્યા હોવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસે આ મુદ્દો ઉઠાવનાર સફાઈ કામદારની ધરપકડ કરી છે. ધર્મસ્થળ મંદિરની સફાઈ કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે અલગ-અલગ સ્થળોએ 70 થી 80 મૃતદેહો દફનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધર્મસ્થળના મંદિરમાં કામ કરતાં પૂર્વ સફાઈકર્મીએ સામૂહિક દફનવિધિના ખોટા દાવા કરીને સનસની પેદા કરી હતી જે પછી તપાસ થતાં તેના દાવાઓ ખોટો નીકળ્યાં.

પોલીસને દેખાડેલી ખોપડી નકલી નીકળી

પોલીસનો દાવો છે કે શરૂઆતમાં સફાઈ કામદાર દ્વારા બતાવવામાં આવેલી ખોપરી નકલી હતી. SIT અને તેના વડા પ્રણવ મોહંતીએ શુક્રવારે મોડી રાત સુધી ફરિયાદીની પૂછપરછ કરી. ફરિયાદીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરા પાડવામાં આવેલા નિવેદનો અને દસ્તાવેજોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે SIT કેસની તપાસ ચાલુ રાખી રહી છે અને ફરિયાદી-સાક્ષીને કલાકોની પૂછપરછ પછી તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સફાઈ કામદારનો દાવો શું હતો?

ધર્મસ્થળ મંદિરમાં કામ કરતાં એક સફાઈકર્મીએ દાવો કર્યો હતો કે તેણે 1995 થી 2014 દરમિયાન મંદિરમાં કામ કર્યું હતું, અને તેમને મંદિરમાં મહિલાઓ અને સગીરો સહિત અનેક લોકોના મૃતદેહોને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન જોવા મળ્યા હતા.

સામૂહિક દફનવિધિનો દાવો ખોટો નીકળ્યો

તપાસના ભાગ રૂપે, SITએ ફરીયાદીના કહેવા પ્રમાણે નેત્રાવતી નદીના કિનારે ખોદકામ કર્યું હતું જેમાં અત્યાર સુધીમાં બે સ્થળોએ કેટલાક હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે.

વધુ વાંચો : VIDEO : હિમાચલ આફતમાં પ્યારી તસવીર, ડ્યૂટી માટે વહેતો વોકળો કૂદી ગઈ નર્સ, ચેતક ઘોડા જેવો જંપ!

શું બોલ્યા ગૃહમંત્રી

કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે વિધાનસભામાં કહ્યું હતું કે જો SIT ફરિયાદીના આરોપો ખોટા હોવાનું જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરી શકાય છે. અત્યાર સુધી ફક્ત ખોદકામ જ કરવામાં આવ્યું છે, તપાસ "હજી સુધી શરૂ પણ થઈ નથી" અને કેસની તપાસ કરી રહેલી SIT, સરકાર નહીં, વધુ ખોદકામની જરૂરિયાત અંગે નિર્ણય લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dharmasthala mass burrial karnatak dharmasthala

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ