બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / માનવતા મરી પરવારી! રસ્તા વચ્ચોવચ વૃદ્ધને ઢોરની જેમ ઢીબી નાખ્યા, મહિલા વચ્ચે પડી તોય...!
Last Updated: 12:52 PM, 25 October 2025
Viral Video : રાજધાની દિલ્હીમાં ધોળા દિવસે દબંગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં દક્ષિણ પૂર્વ દિલ્હીના અલીગાંવ વિસ્તારમાં એક યુવાને ગુસ્સામાં આવીને એક વૃદ્ધ વ્યક્તિને તેમની કારમાંથી ખેંચી કાઢી મધ્ય રસ્તે જ બેફામ માર માર્યો. આ સમગ્ર ઘટના આસપાસના લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધી અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
કાચ તોડી કારમાંથી ખેંચી બહાર કાઢ્યા અને પછી...
પોલીસના જણાવ્યા મુજબ 24 ઑક્ટોબરના રોજ રઘુરાજ નામના વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરેથી ઓફિસ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન મોહિત અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા અને રઘુરાજની કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ, તેઓએ રઘુરાજને કારમાંથી ખેંચી બહાર કાઢ્યા અને લાકડીથી તેમની પર હુમલો કર્યો. હુમલામાં રઘુરાજના બંને પગમાં ફ્રેક્ચર થયાનું કહેવાય છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
दिल्ली के सरिता विहार इलाके में एक मोहित नाम के शख्स ने सरेआम सड़क पर बुज़ुर्ग को डंडे से पीटा,,, आरोपी को शक था कि 2 साल पहले उसके प्लॉट पर किए गए अवैध निर्माण को DDA ने गिरा दिया था। आरोपी को शक था कि बुजुर्ग की शिकायत पर DDA ने कार्रवाई की...@DCPSEastDelhi @CPDelhi pic.twitter.com/zbBALMc7Gv
— Rajneesh Sharma (@Rajnees52305809) October 25, 2025
જૂના વિવાદના કારણે હુમલો
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મોહિતે બે વર્ષ પહેલા અલીગાંવ વિસ્તારમાં એક પ્લોટ ખરીદ્યો હતો. તે જગ્યા પર બાંધકામ ચાલી રહ્યું હતું, પરંતુ ડીડીએ (Delhi Development Authority) એ એક મહિના પછી જ એ બાંધકામ તોડી પાડ્યું હતું. મોહિતને શંકા હતી કે, રઘુરાજે ડીડીએમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ જ શંકાના કારણે તેણે આ હિંસક કૃત્ય અંજામ આપ્યું હોવાની સંભાવના છે.

ADVERTISEMENT
વિડિયો વાયરલ, આસપાસના લોકોને પણ ધમકી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે રઘુરાજને રસ્તાની વચ્ચે લાકડીઓથી માર મારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસના લોકોએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકી આપી હતી. લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે અને લોકો કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બિહારમાં ભાજપને જીતાડવા માટે મથશે આ ગુજરાતી નેતાઓ, પક્ષે 8 MP-MLAને મોકલ્યા બિહાર
આરોપીઓની શોધ ચાલુ
ADVERTISEMENT
આ મામલે સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી મોહિત અને તેના સાથીઓની ઓળખ કરી લીધી છે અને તેમની ધરપકડ માટે તલાશી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને જલદી જ પકડી લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT