બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:29 PM, 11 November 2025
Delhi Blast : દિલ્હીમાં થયેલા ભયાનક કાર બ્લાસ્ટથી આખો દેશ હચમચી ગયો છે. આ વિસ્ફોટે માત્ર રાજધાની જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને દુઃખ અને આક્રોશમાં ડૂબાવી દીધું છે. ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ ભૂટાનની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાલમાં ભૂટાનની મુલાકાતે છે, તેમણે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું કે, આ હુમલાના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર દરેક વ્યક્તિને ન્યાયના કઠેરામાં લાવવામાં આવશે. તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારે હૃદય સાથે કરતા કહ્યું કે, ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ દરેક ભારતીયને દુઃખી બનાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, હું અસરગ્રસ્ત પરિવારોના દુઃખમાં ભાગીદાર છું. આખો રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે.
'દેશ પીડિત પરિવારોની સાથે, ષડ્યંત્રકારીઓને છોડવામાં નહીં આવે..', ભૂટાનથી PM મોદીનું નિવેદન #PMModi #BhutanVisit #PMModiStatement #IndiaNews #BreakingNews #NationalSecurity #VictimFamilies #StrongMessage #ModiInBhutan #IndiaPolitics #GovernmentStatement #PublicSafety #PMOIndia… pic.twitter.com/DKcrhZwm1L
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 11, 2025
ADVERTISEMENT
તપાસની દિશામાં નવા તાર
મળતી માહિતી મુજબ લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. તપાસમાં પોલીસને આશંકા છે કે આ હુમલો ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે. સૂત્રો મુજબ, હુમલો કરનાર શખ્સ ડૉ. ઉમર મોહમ્મદ હતો, જેણે કારમાં બેસીને આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેના શરીરનો કપાયેલો હાથ મળ્યો છે, જે પરથી તપાસ એજન્સીઓએ ડીએનએ સેમ્પલ એકત્ર કર્યા છે. ડીએનએ ટેસ્ટિંગ બાદ જ પુષ્ટિ થશે કે તે જ આતંકવાદી હતો કે નહીં.
ADVERTISEMENT

પોલીસ અને તપાસ એજન્સીઓએ પહેલેથી જ ત્રણ ડૉક્ટરોની ધરપકડ કરી છે, જેઓ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે ઉમર મોહમ્મદ પણ એ જ નેટવર્કનો ભાગ હતો. તપાસ એજન્સીઓ હવે શોધી રહી છે કે શું ચારેય આતંકવાદીઓ વચ્ચે કોઈ મોટી યોજના ચાલી રહી હતી? શું ઉમરે પોતાના સાથીઓની ધરપકડ પછી ગભરાટમાં આવીને આ આત્મઘાતી હુમલો કર્યો?
ADVERTISEMENT
આ પણ વાંચો : 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!
દેશભરમાં ચિંતા અને ચેતવણી
ADVERTISEMENT
આ હુમલા પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને એનએસજી કમાન્ડોની તૈનાતી કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પણ અન્ય શહેરોમાં સંભવિત કડીઓ શોધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આપણી એજન્સીઓ આ કાવતરાના તળિયે પહોંચશે અને કોઈ દોષિતને છોડવામાં નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.