બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, આ ઉદ્યોગપતિની ચોકાવનારી ભવિષ્યવાણી

નેશનલ / ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, આ ઉદ્યોગપતિની ચોકાવનારી ભવિષ્યવાણી

Ajitsinh Jadeja

Last Updated: 07:06 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

David Rubenstein on India: અમેરિકન ઉદ્યોગપતિ અને સલાહકાર ડેવિડ રુબેનસ્ટીને ભારતના અર્થતંત્રને લઇને મોટો દાવો કર્યો છે.

David Rubenstein on India: અમેરિકન ઉદ્યોગપતિ અને સલાહકાર ડેવિડ રુબેનસ્ટીને ભારતના અર્થતંત્રને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારત 20-30 વર્ષમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

અમેરિકાની મોટી પ્રાઇવેટ કંપની કાર્લિલ ગૃપના કો-ફાઉંડર ડેવિડ રુબેનસ્ટીને કહ્યું છે કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આગામી બે થી ત્રણ દાયકામાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ખાતે એક ઇંટરવ્યૂમાં આ વાત કહી છે. રુબેનસ્ટીને કહ્યું, "મને લાગે છે કે ભારત અમારા જીવતા જીવ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. હું કહીશ કદાચ તે 20-30 વર્ષમાં થઈ શકે છે."

indian-economy

ભારતની વર્તમાન સ્થિતિ શું છે?

ભારત હાલમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી શકે છે. હાલમાં અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન બીજા સ્થાને છે. ભારતનો ઝડપી વિકાસ અમેરિકા અને ચીન બંનેને પાછળ છોડી દેશે. તેમણે ભારતની યુવા વસ્તીના ફાયદા પર પણ પ્રકાશ પાડ્યો, જેનો લાંબા ગાળે ઘણો ફાયદો થશે.

રુબેનસ્ટીને ભારતને શું સલાહ આપી?

તેમણે ભારતીય નીતિ બનાવનારાઓને કહ્યુ કે તેઓ વૈશ્વિક ખાનગી ધિરાણ અને ખાનગી ઇક્વિટી (PE) ને પશ્ચિમી રોકાણ તરીકે ન જુએ. ખાનગી ઇક્વિટીનો અર્થ એવી કંપનીઓ છે જે હજુ સુધી સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ નથી. ખાનગી ધિરાણનો અર્થ એવી કંપનીઓ છે જે સીધી રીતે ધિરાણ આપે છે, બેંકો દ્વારા નહીં. રુબેનસ્ટીને કહ્યું, "જો આ બજારોને વિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે તો સારી મૂડી ધરાવતા ભારતીય ઉદ્યોગસાહસિકો ભારતમાં આવશે, અને ઘણા ભારતમાં રહી કામ કરશે." આ જૂથે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓમાં 8 અરબ બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે.

vtv app promotion

તેમણે યુએસ-ભારત સંબંધો વિશે શું કહ્યું?

રુબેનસ્ટીને કહ્યું કે યુએસ-ભારત સંબંધો વિશે કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથેના યુએસ સંબંધો વિશે ખૂબ જ સકારાત્મક રહ્યા છે." તેમણે તેમના ખૂબ નજીકના સહયોગીઓમાંથી એકને રાજદૂત તરીકે મોકલ્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે આ દિવસે બોલાવી સર્વપક્ષીય બેઠક, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ

ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મજબૂત સંબંધ

રુબેનસ્ટીને કહ્યું કે ટ્રમ્પની ચીન નીતિનો હેતુ ચીનને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ વેપાર અસંતુલનને સુધારવાનો હતો. ચીને અન્ય બજારોને વધુ વેચાણ કરીને તેના વાર્ષિક સરપ્લસને એક ટ્રિલિયન ડોલરથી વધુ કર્યો છે. જોકે, ચીન ટ્રમ્પ માટે રશિયા-યુક્રેન મુદ્દા જેટલો મોટો મુદ્દો નથી. તેમણે કહ્યું કે ટ્રમ્પ માને છે કે તેમના અને શી જિનપિંગ વચ્ચે સારા સંબંધો છે અને આ વર્ષે ઓછામાં ઓછા બે વાર મળશે. કદાચ કોઈ કરાર પણ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Economy World Economic Forum David Rubenstein
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ