પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને થોડા સમયમાં અનફોલો કરી દીધી.
નસીમ શાહે ઉર્વશી રૌતેલાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી હતી
થોડા સમય બાદ કરી અનફોલો
ઉર્વશીએ નસીમ સાથેનો વિડીયો કર્યો હતો શેર
નસીમ શાહે ઉર્વશી રૌતેલાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી હતી
પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ અને બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા એક વાર ફરી ચર્ચાઓમાં આવ્યા છે. ઉર્વશીને હાલમાં જ ભારત સાથે પાકિસ્તાની ટીમની મેચ પણ જોતા સ્ટેડીયમમાં જોવામાં આવી હતી. ત્યારથી જ સોશિયલ મીડિયા પર ઉર્વશીની ચર્ચાઓ થઇ રહી છે.
હવે નસિમ શાહ અને ઉર્વશી રૌતેલા એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાને લઈને ચર્ચાઓમાં છે. જ્યારે નસીમ અને ઉર્વશીનું નામ એકબીજા સાથે જોડવામાં આવ્યું, તો આ જ સવાલના જવાબમાં નસીમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉર્વશી કોણ છે, તેઓ નથી જાણતા .
Naseem Shah aur urvashi rautela ki full follow unfollow game chal rhi hai.Tuuuruu lub 😭😂
નસીમે થોડા સમય બાદ કર્યું અનફોલો
પરંતુ ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સનાં લીસ્ટનાં અમુક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એમાં જોવા મળે છે કે નસીમ શાહે ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી રૌતેલાને ફોલો કરી હતી. પણ થોડા સમય બાદ અનફોલો પણ કરી દીધી. ફેન્સ હવે બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્વશીએ નસીમનો વિડીયો કર્યો હતો શેર
ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર ફેન મેડ એડિટ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં ઉર્વશી અને નસીમ શાહ જોવા મળે છે. ત્યાર બાદ જોકે ઉર્વશીએ સ્પષ્ટતા આપી હતી કકે વિડીયો તેની ટીમે અજાણતા જ શેર કર્યો હતો.