બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / naresh kanodia jivan zaramar
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. અને સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આજે ગુજરાતી ફિલ્મોના મહાનાયક જેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી તેવા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા.
રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે. નરેશ કનોડિયોનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો. અને તેઓએ 1970માં પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી કારકિર્દીની શરૂઆત કરી. મોટાભાઈ મહેશ કનોડિયા સાથે અનેક મ્યુઝીકલ કોન્સર્ટ કર્યા.
ADVERTISEMENT
80ના દશકમાં ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં મ્યુઝીકલ કોન્સર્ટ દ્વારા ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયાએ જોગ સંજોગ, લાજુ લખન, ઉંચી મેડીના ઉંચા મોલ, રાજ રાજવન, મન સાઈબાને મેળે, ઢોલા મારુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતા, અરૂણા ઈરાની અને રોમા માણેક સાથેની ફિલ્મી જોડી પણ લોકોએ ખુબ પસંદ કરી. નરેશ કનોડિયાએ છોટા આદમી નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. અને દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડથી 2012માં નવાજવામાં આવ્યા હતા.
શરૂઆત ચલચિત્ર ‘વેલીને આવ્યા ફૂલ’થી કરી
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના સુપરનાયક નરેશ કનોડિયા (Naresh Kanodia) ની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે જેવી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર ‘વેલીને આવ્યા ફૂલ’થી કરી હતી.
મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું
ADVERTISEMENT
નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
314 ફિલ્મોમાં કામ કર્યુ છે. નરેશ કનોડિયાએ ફિલ્મમાં અનન્યા સેવા આપવા બદલ તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંગીત કાર કઈ ગુજરાતી ફિલ્મોને મળ્યા છે એવોર્ડ
શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી (Tanariri) માટે (1974-75) (સંગીતકાર તરીકે)
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ (Jog Sanjog) માટે (1980-81)
દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ (Laju Lakhan) માટે (1991-92) (સંગીતકાર તરીકે)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.