બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / muskmelon is superfood of summer full of water fiber

હેલ્થ / ઉનાળાનું સુપરફૂડ છે 'ટેટી', ડિહાઈડ્રેશનથી બચાવવાની સાથે આંખો માટે પણ ફાયદાકારક

Arohi

Last Updated: 07:58 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Muskmelon: ઉનાળામાં તરબૂચનું સેવન ખૂબ જ કરવામાં આવે છે. પરંતુ તેના જેવું જ એક બીજુ ફળ છે જેના ફાયદા પણ ખૂબ જ વધારે છે. જાણો ઉનાળામાં 'ટેટી' ખાવાના ફાયદા વિશે.

ટેટી અને તરબૂચના સ્વાદ ખૂબ જ અલગ હોય છે. માટે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો ટેટીની નહીં પરંતુ તરબૂચ ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ઉનાળામાં થતી બીમારીઓથી બચવા માટે ટેટી બેસ્ટ અને સસ્તો ઉપાય છે. આ પાચન માટે પણ હેલ્ધી છે સાથે જ તેના ફાયદા પણ ખૂબ જ વધારે છે. 

ટેટીમાં હોય છે ખૂબ જ પોષક તત્વો 
તરબૂચની જેમ જ તેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેના ઉપરાંત તેમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે બીટા-કેરોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, પોટેશિયમ, ફોલેટ વગેરે હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

ડિહાઈડ્રેશનથી બચાવે છે તરબૂચ 
એક રિપોર્ટ્ અનુસાર ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને ઉનાળામાં ખાવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. 

એન્ટીઓક્સીડેન્ટ્સના ગુણ 
ટેટીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે બીટા-કેરોટીન, વિટામિન સી હોય છે જે શરીરને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. સાથે જ ક્રોનિક ડિઝીઝ થવાથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે. 

આંખોને રાખે છે હેલ્ધી 
આંખોને હેલ્ધી રાખવા માટે ટેટીનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન એ હોય છે જે આંખોની રોશનીને વધારવા માટે જરૂરી છે. ઉંમર સાથે સંબંધિત મેક્યૂલર ડિજેનરેશન અને મોતિયાની સમસ્યા પણ તમને નહીં થાય જો તમે તેટીનું સેવન કરશો તો. 

હાર્ટ હેલ્થ 
ઘણા ફળમાં એવા તત્વો હોય છે જે હાર્ટ હેલ્થને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખે છે. એવામાં ઉનાળામાં મળતા આ ફળમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર લેવલને નોર્મલ રાખે છે. તેના સેવનથી કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પણ સારી રહે છે અને હાર્ટ ડિઝીઝથી પણ તમે બચી રહો છો. 

વધુ વાંચો: ગરમીમાં ઓઈલી સ્કીન થતાં ખીલની સમસ્યા: લગાવો આ દેશી ફેસ પેક, પછી જુઓ જાદુઇ ચમક

પાચનતંત્રને રાખે છે હેલ્ધી 
પાચનતંત્રને હેલ્ધી રાખવા માટે પણ તમે ઉનાળામાં તરબૂચનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં મોટાભાગે ગમે તે ખાવાના કારણે પેટ ખરાબ થઈ જાય છે. તેમાં ફાઈબર વધારે હોવાથી ડાઈજેશન સારૂ રહે છે. કબજીયાત નથી થતી. કારણ કે આ રેગ્યુલર બાઉલ મૂવમેન્ટને પ્રમોટ કરે છે. જોકે તડબૂચનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું નહીં તો તમને ડાયેરિયા, બ્વોટિંગની સમસ્યા થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ